News of Wednesday, 3rd June 2026
સલામત સવારી એસ ટી અમારી સૂત્રના ધજજીયા ઉડ્યા: રાજપીપળા એસટી ડેપોની બસમાં રસ્તામાં ડીઝલ પૂરું થતા રાતના સમયે મુસાફરો અટવાયા
મુસાફરોના કહેવા પ્રમાણે રાજપીપળા એસટી ડેપોના ડેપો મેનેજરને આ માટે ટેલીફોનિક વાત કરી ત્યારે તેમણે મુસાફરોને ઉડાઉ જવાબો આપ્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા:સલામત સવારી એસ ટી અમારી ગુજરાતની બસ સેવાનું સૂત્ર છે પણ આ સૂત્ર અવાર નવાર ખોટું સાબિત થાય છે. ગુજરાતમાં દરરોજ લાખો મુસાફરો એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે ગુજરાત એસ ટી નો ઉપયોગ કરતા હોય છે, જેમાં પણ ખાસ કરી રોજિંદા ધોરણે અપ ડાઉન કરતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ ની સંખ્યા વધારે હોય છે. ત્યારે રાજપીપળા એસટી ડેપોની કેટલીક બસો અનેકવાર અધવચ્ચે બગડતા મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે પરંતુ હાલ માં તો એક વિડીયો વાયરલ થયો છે જેમાં નર્મદા જિલ્લાના રાજપીપળા એસટી ડેપો ની સરકારી બસ જે વડોદરાથી વાયા કેવડિયા થઈ ાજપીપળા આવી રહી હતી ત્યારે અધવચ્ચે જ ડીઝલ ખૂટી જતા થંભી ગઈ હતી જેમા આ બસની સાથે સાથે મુસાફરો પણ રાત્રિના અંધકારમાં રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા હતા જ્યારે આ મુસાફરોના કહેવા પ્રમાણે રાજપીપળા એસટી ડેપોના ડેપો મેનેજરને ટેલીફોનિક વાત કરી ત્યારે તેમણે મુસાફરોને ઉડાઉ જવાબો આપ્યા હતા તેમ આ મુસાફરોએ વાયરલ કરેલા વીડિયોમાં તેઓ કહી રહ્યા છે.
ત્યારે સલામત સવારી એસ ટી અમારી ના સૂત્ર સાથે દોડતી રાજપીપળા વડોદરા વચ્ચેની એસ ટી બસ અધવચ્ચે બગડી ત્યારે મુસાફરો એસ ટી ની કથળેલી સિસ્ટમ ઉપર રોષે ભરાયા હતા.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
