News of Tuesday, 24th November 2026
સુરતના પાંડેસરામાં ચાઈનીઝ લારીની આડમાં પડીકીના વેચાણનો પર્દાફાશ : 41.400 ગ્રામ MD ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ :1.24 લાખનો મુદ્દામાલ જપ્ત
શહેર SOG ની ટીમે પાંડેસરા વિસ્તારની શાંતિનિકેતન સોસાયટીમાં દરોડા પાડ્યા:મકાન નંબર 44 માં તપાસ દરમિયાન પોલીસને MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો

સુરત શહેરમાં ડ્રગ્સના નેટવર્કને ડામવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી છે. પાંડેસરા વિસ્તારમાં ચાઈનીઝની લારીની આડમાં MD ડ્રગ્સનું વેચાણ કરતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 41.400 ગ્રામ MD ડ્રગ્સ સહિત કુલ રૂ.1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, આરોપી રાકેશ પવાર ચાઈનીઝની લારીની આડમાં MD ડ્રગ્સનું વેચાણ કરતો હતો. તે ડ્રગ્સનો જથ્થો છૂટક પડીકીઓમાં તૈયાર કરીને ગ્રાહકોને વેચતો હોવાની વિગતો સામે આવી છે. આ રીતે ખાદ્યપદાર્થોની લારીની આડમાં નશાના કારોબારને અંજામ આપવામાં આવતો હતો.
આ અંગે મળેલી બાતમીના આધારે સુરત શહેર SOG ની ટીમે પાંડેસરા વિસ્તારની શાંતિનિકેતન સોસાયટીમાં દરોડા પાડ્યા હતા. અહીં મકાન નંબર 44 માં તપાસ દરમિયાન પોલીસને MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 41.400 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલની કુલ કિંમત રૂ.1.24 લાખ હોવાનું સામે આવ્યું છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
