<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

અમદાવાદના નિકોલમાં આભૂષણ જ્વેલર્સમાંથી સોનાના દાગીનાની ચોરનાર સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટીના 22 મે સુધી પોલીસ રિમાન્ડ મંજૂર

નહીં પકડાયેલ આરોપી મયુર માળી સાથે મળી કેટલાક દાગીના વેચી ઉદયપુર ગયા :બન્ને આરોપી. ઉદયપુરથી દિલ્લી પણ ગયા:દિલ્લીમાં પણ ચોરી કરેલા કેટલાક દાગીના વેચીને રૂપિયા લીધા હતા

અમદાવાદના  નિકોલમાં આભૂષણ જ્વેલર્સમાંથી સોનાના આભૂષણોની ચોરનાર સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટીના કોર્ટે 22 મે સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો હતો કે, આભૂષણ જ્વેલર્સમાંથી ચોરી કરીને આરોપી હર્ષિદા શેટ્ટી GIFT સિટી ખાતે પહોંચી હતી. નહીં પકડાયેલ આરોપી મયુર માળી સાથે મળીને કેટલાક દાગીના વેચી ઉદયપુર ગયા હતા બન્ને આરોપી. ઉદયપુરથી દિલ્લી પણ ગયા હતા. દિલ્લીમાં પણ ચોરી કરેલા કેટલાક દાગીના વેચીને રૂપિયા લીધા હતા.

(7:25 PM IST)