હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
અમદાવાદના નિકોલમાં આભૂષણ જવેલર્સમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર સેલ્સગર્લ હર્ષિદાના પ્રેમી મયુર માળીની ઝડપી લેવાયો
હર્ષિદાને દગો દઈને ચોરીના સોનાના દાગીના લઈ ભાગી ગયો હતો. આરોપી મયુર માળીએ સોનાના દાગીના રાજસ્થાન છુપાડ્યા હોવાનું રટણ રટી રહ્યો છે.

અમદાવાદના નિકોલમાં આવેલા આભૂષણ જવેલર્સની સેલ્સ ગર્લ હર્ષિદાએ કરેલ ચોરીના સહઆરોપી મયુર માળીની પોલીસે ધરપકડ કરી છે. સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીના પ્રેમી મયુર માળીની નિકોલ પોલીસે ધરપકડ કરી છે આરોપી મયુર માળી, હર્ષિદાને દગો દઈને ચોરીના સોનાના દાગીના લઈ ભાગી ગયો હતો. આરોપી મયુર માળીએ સોનાના દાગીના રાજસ્થાન છુપાડ્યા હોવાનું રટણ રટી રહ્યો છે. આભૂષણ જ્વેલર્સમાંથી સેલ્સ ગર્લ હર્ષિદાએ 1.66 કરોડના દાગીના ચોરી કરી હતી. હજી આ કેસમાં પોલીસે માત્ર 3 જ દાગીના કબજે કર્યા છે. સવા કરોડ થી વધુના દાગીના આરોપી મયુર માળી લઈને ભાગી ગયો હતો.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
