<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

સુરતના ઓલપાડ ખાતે સમર્થ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા હળપતિ સમાજ માટે આઠમા સમૂહલગ્નોત્સવ

૩૨ જેટલા નવદંપતીઓએ ધામધૂમથી પ્રભુતામાં પગલાં માંડ્યા: નવદંપતીઓના લગ્નજીવનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી

સુરતના ઓલપાડ ખાતે સમર્થ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા હળપતિ સમાજ માટે આઠમા ભવ્ય સમૂહલગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 32 જેટલા નવદંપતીઓએ ધામધૂમથી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ગરીબ પરિવારના યુવક-યુવતીઓ માટે યોજાયેલા આ માંગલિક પ્રસંગમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને તમામ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા અને નવદંપતીઓના લગ્નજીવનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

(6:21 PM IST)