<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સત્યમનગરમાં સફાઈકર્મી પર હુમલો: ન્યાયની માંગ સાથે સફાઈકર્મીઓ હડતાળ પર ઉતરી ગયા

શાકમાર્કેટમાં કામગીરી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ સફાઈકર્મી પર મારામારી કરી

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સત્યમનગરમાં સફાઈકર્મી પર હુમલાની ઘટના સામે આવી છે. શાકમાર્કેટમાં કામગીરી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ સફાઈકર્મી પર મારામારી કરી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, ઘટનાના વિરોધમાં ન્યાયની માંગ સાથે સફાઈકર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે.

(12:08 PM IST)