<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ચોમાસામાં સાપુતારા બન્‍યું ‘મિની કાશ્‍મીર'

વાદળો જાણે જમીન પર ઉતરી આવ્‍યા હોય તેમ રસ્‍તાઓ અને ખીણોમાં ધુમ્‍મસની સંતાકૂકડી

સાપુતારા,તા.૦૬:  ચોમાસાની ઋતુ શરૂ થતાં જ કુદરત જાણે ડાંગના ડુંગરો પર મન મૂકીને વરસી છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા અત્‍યારે પ્રકૃતિના અદભુત રંગોથી રંગાઈ ગયું છે. જી હા, વરસાદના આગમન બાદ સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્‍યું છે કે તે કોઈ 'મિની કાશ્‍મીર' જેવું ભાસી રહ્યું છે. ડુંગરોની હારમાળા વચ્‍ચે ચારેય તરફ છવાયેલી લીલીછમ હરિયાળી અને તેની માથે ઓઢેલી ધુમ્‍મસની સફેદ ચાદર... આ નજારો જોતાં જ પ્રવાસીઓ મંત્રમુગ્‍ધ થઈ રહ્યા છે. ધોધમાર વરસાદ બાદ અહીંનું વાતાવરણ એકદમ આહલાદક બની ગયું છે. વાદળો જાણે જમીન પર ઉતરી આવ્‍યા હોય તેમ રસ્‍તાઓ અને ખીણોમાં ધુમ્‍મસની સંતાકૂકડી જોવા મળી રહી છે. આ આકાશી નજારા અને ઠંડાગાર વાતાવરણની મજા માણવા માટે મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ સાપુતારા તરફ દોડી રહ્યા છે. પ્રકૃતિપ્રેમીઓ માટે સાપુતારા અત્‍યારે સ્‍વર્ગ સમાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે, જ્‍યાં ચારેય તરફ બસ કુદરતની અસીમ કૃપાના જ દ્રશ્‍યો કેમેરામાં કેદ થઈ રહ્યા છે

(2:51 PM IST)