તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
સરદાર વલ્લભભાઇ આધુનિક ભારતના નિર્માતાઃ નરહરિ અમીન
લોખંડી પુરૂષને જન્મ જયંતી નિમિતે વંદન

રાજકોટ, તા. ૩૧: રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજયસભાના પૂર્વ સભ્યશ્રી નરહરિ અમીને આજે ૩૧ ઓકટોબરે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિતે તેમને વંદન કરી તેમના જીવનને પ્રેરણારૂપ ગણાવેલ છે.
શ્રી નરહરિ અમીને રાષ્ટ્રીય એકતા દિવસનો ઉલ્લેખ કરી જણાવેલ કે દ્રઢ઼ નિヘય અને સાહસથી દેશની એકતા માટે ઐતિહાસિક કાર્ય કરનારા, આધુનિક ભારતના નિર્માતા લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી નિમિતે તેમને કોટીકોટી નમન કરૂ છું. તેમણે કરેલી દેશ સેવા હંમેશા યાદ રહે તેવી છે.
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
