તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 11th October 2026
સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, દિલ વિધાઉટ બિલ: લદ્દાખના પહાડોથી અમદાવાદ સુધી આશાની સફરઃ ૬૯ વર્ષના સાનાની વિનામૂલ્યે હૃદય સર્જરી
ચાર સ્વજનોની જવાબદારી અને માસિક આવકનો અભાવ હોવા છતાં લેહના નિવૃત્ત પોલીસ અધિકારીને અમદાવાદની શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલમાં વિનામૂલ્યે જટિલ હૃદય સર્જરીનો સહારો મળ્યો

અમદાવાદઃ વધુ સ્વસ્થ જીવનની આશા સાથે લદ્દાખના લેહના ૬૯ વર્ષીય નિવૃત્ત પોલીસ અધિકારી શ્રી સાના આશરે ૧,૮૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને અમદાવાદ પહોંચ્યા હતા. પરિવારના ચાર સભ્યો તેમના પર નિર્ભર છે અને માસિક આવક નથી, ત્યારે હૃદયની અત્યંત કઠિન એઓરટીક વાલ્વ સર્જરી - એવીઆર નો ખર્ચ તેમના માટે મોટો આર્થિક બોજ બની શકે તેમ હતો.
પરંતુ અમદાવાદની શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલમાં તેમની આશા સાકાર થઈ. તા. ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ તેમના હૃદયના મહાધમની વાલ્વને બદલવાની જટિલ સર્જરી સંપૂર્ણ વિનામૂલ્યે કરવામાં આવી.
લદ્દાખથી અમદાવાદ સુધીની આ સફરનો સંદેશ છે—પ્રેમને અંતર નડતું નથી અને સેવાને કોઈ સીમા હોતી નથી.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
