<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

શાંતિગ્રામ ગુરૂકુલમાં સત્‍સંગ કથાઃરક્‍તદાન-વ્‍યસન મુક્‍તિ અભિયાન

કૃષ્‍ણપ્રિયદાસજી સ્‍વામીના મુખેથી વહેતી જ્ઞાનગંગા

અમદાવાદ-ગાંધીનગર હાઇવે નજીક શાંતિગ્રામ ગુરૂકુલમાં યોજાયેલ શ્રીમદ્‌ સત્‍સંગ જીવન કથામાં સુપ્રસિધ્‍ધ વકતા શ્રી કૃષ્‍ણપ્રિયાદાસજી સ્‍વામી કથા શ્રવણ કરાવી રહ્યા છે.

અમદાવાદ : તા. ૨૬:  નવેમ્‍બર ૨૦૨૬ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ શાંતિગ્રામ દ્વારા તા. ૨૫ નવેમ્‍બરથી ૨૯ નવેમ્‍બર ૨૦૨૬ દરમિયાન પાંચ દિવસીય શ્રીમદ્‌ સત્‍સંગિજીવન કથાપારાયણનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. ધાર્મિક આયોજનના પ્રથમ દિવસે શોભાયાત્રા એવં જલયાત્રા સંપન્ન થઈ, જેમાં ભક્‍તિભાવ અને ઉત્‍સાહપૂર્વક આધ્‍યાત્‍મિક માહોલનું નિર્માણ થયું હતું. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ કથાના વક્‍તા પુરાણી શ્રી કળષ્‍ણપ્રિયદાસજી સ્‍વામીએ સત્‍સંગિજીવન ગ્રંથના માહાત્‍મ્‍યની કથાનું પોતાની આગવી સુમધુર શૈલીમાં રસપાન કરાવ્‍યું હતું.  ત્‍યારબાદ કથાના દ્વિતીય વક્‍તા શાષાી શ્રી હરિસ્‍વરૂપદાસજી સ્‍વામીએ ભગવાન શ્રીહરિના પ્રાગટયોત્‍સવની ઉજવણી કરાવી હતી. આ સમગ્ર આયોજન અંતર્ગત ધાર્મિક અને સામાજિક ઉત્‍થાનને ધ્‍યાનમાં રાખીને વિવિધ સેવાકીય પ્રવળત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રક્‍તદાન શિબિર, વ્‍યસનમુક્‍તિ અભિયાન, સીબીએસઇ સ્‍કુલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કળતિક કાર્યક્રમ તેમજ ભગવાન શ્રી સ્‍વામિનારાયણના દિવ્‍ય જીવનચરિત્રો અને લીલાઓનું રસપ્રદ કથાવાર્તા દ્વારા શ્રવણ કરાવવામાં આપે છે. આ દિવ્‍ય કાર્યમાં સામાજિક આગેવાનો યજમાન તરીકે જોડાયા છે.

આ પાંચ દિવસીય કથાપારાયણનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સમાજમાં ભક્‍તિભાવ, આધ્‍યાત્‍મિક જાગળતિ, સંસ્‍કાર અને સેવાભાવનાનો પ્રસાર કરવાનો છે.

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ શાંતિગ્રામ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતા અને હરિભક્‍તોને આ પાવન કથાપારાયણ તથા વિવિધ સેવાકીય પ્રવળત્તિઓમાં સહભાગી બની ધર્મલાભ અને પુણ્‍યલાભ પ્રાપ્ત કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. સ્‍થળઃ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, શાંતિગ્રામ, અમદાવાદ.

(3:16 PM IST)