તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
સયાજીબાગ ઝૂમાં દિવાળીની રજાઓમાં વિક્રમજનક આવક : છેલ્લા 6 દિવસમાં ₹12.95 લાખની કમાણી
જોય ટ્રેન સહિતની આવક ગણતાં કુલ કમાણી ₹20 લાખને પાર પહોંચી હ

વડોદરાના સયાજીબાગ ઝૂમાં દિવાળીની રજાઓ દરમિયાન મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. 6થી 11 નવેમ્બર દરમિયાન 19 હજારથી વધુ લોકોએ ઝૂની મુલાકાત લીધી હતી, જેના થકી ₹12.95 લાખની આવક નોંધાઈ હતી. ભાઈબીજના દિવસે જ 6 હજારથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને 11 નવેમ્બરે ₹4.17 લાખની આવક થઈ હતી. જોય ટ્રેન સહિતની આવક ગણતાં કુલ કમાણી ₹20 લાખને પાર પહોંચી હતી.
વડોદરાના પ્રખ્યાત સયાજીબાગ ઝૂ (કમલાબાગ પ્રાણીસંગ્રહાલય) ખાતે દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો, જ્યાં તા. 6 થી 11 નવેમ્બર દરમિયાન કુલ 19 હજારથી વધુ મુલાકાતીઓની અવરજવર રહી હતી. માત્ર 6 દિવસના આ ટૂંકા સમયગાળામાં ઝૂની ટિકિટબારી દ્વારા રૂપીયા 12.95 લાખની આવક નોંધાઈ હતી, જેમાં એકલા ભાઈબીજના દિવસે જ 6 હજારથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને 11 નવેમ્બરે જ એક જ દિવસમાં રૂપીયા 4.17 લાખની કમાણી થઈ હતી. આ ઉપરાંત, લોકપ્રિય જોય ટ્રેનની આવક સહિત કુલ મળીને આ સમયગાળા દરમિયાન ઝૂ વિભાગને રૂપીયા 20 લાખથી વધુની માતબર આવક પ્રાપ્ત થઈ છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
