News of Friday, 1st May 2026
ભરૂચમાં સત્તાના દુરુપયોગથી 1.17 કરોડનું કૌભાંડ: ACBએ ખાણ-ખનિજ વિભાગના 3 અધિકારીઓ સામે નોંધ્યો ગુનો
અંકલેશ્વરના અંગોરશેક ગામે 90 હજાર મેટ્રિક ટનની પરમિશનમાં ગેરરીતિ; ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી, સર્વેયર અને માઇન્સ સુપરવાઇઝરે મળીને ઓછો દંડ ફટકારી સરકારને પહોંચાડ્યું નુકસાન

ભરૂચ તા.૧ : લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, ભરૂચ દ્વારા ખાણ અને ખનિજ વિભાગની કચેરીના 3 અધિકારીઓ સામે સત્તાના દુરુપયોગ કરી 1,17,02,703 રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કામના સાહેદ અરજદારની અરજી મુજબ, ભરૂચ જિલ્લાના મોજે અંગોરશેક ગામ ખાતે ખાનગી નવો સર્વે નં. 11 તથા સ.નં.32વાળી જમીનમાં આપેલ સાદી ખનિજ ખાણકામની પરવાનગીમાં ગેરરીતી આચર્યાનો આક્ષેપ હતો. પેચીદારને 90,000 મે.ટનની સાદી રેતી ખનિજ ખાણકામની 120 દિવસની પરવાનગી મળી હતી. તા. 20/02/2023ના રોજ નાયબ કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ મામલતદાર, ભરૂચ ગ્રામ્ય તથા ભરૂચ શહેરની વન ટીમ બનાવીને પેચીદારવાળી જગ્યા પર સ્થળ તપાસ કરતા ખાણકામ શરૂ ન હોવા છતાં અંદાજે 6 લાખ ઘન મીટર ખનિજનો બિનઅધિકૃત જથ્થો રેખાંશ અને જીપીએસ ખાણકામ ચાલુ હોવાનું જણાયું હતું.
તપાસ દરમિયાન તલાટી કમ મંત્રી તથા સરપંચના ખોટા ક્રેડિટ પંચનામાને આધારે માત્ર તેઓનો હવાલો આપી પેચીદારના હકમાં વાહન છોડી મૂકવાનો હુકમ કરેલ હતો. જ્યારે ખાણ અને ખનિજ વિભાગના નિયમો, પરિપત્રો તથા સરકારી જોગવાઈઓના આધારે સ.નં. 11માં પોતે ગેરરીતી આચરી રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારને 3,68,35,390 રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડેલ છે.
આ કામે પેચીદારએ રોયલ્ટી વેતનના પૂરી ચૂકવેલ હોવાથી અરજી આપેલ તેના આધારે આરોપી નં.1 નરેશભાઈ માવજીભાઈ જાદવ, ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી, આરોપી નં.2 અશ્વિનભાઈ લાલજીભાઈ કોટડીયા, સર્વેયર, અને આરોપી નં.3 ભાવેશભાઈ રામજીભાઈ પરમાર, માઇન્સ સુપરવાઇઝર, ખાણ અને ખનિજ વિભાગની કચેરી, ભરૂચનાઓએ ક્રોસ તપાસણીથી રોજકામ તથા માપણીના આંકડા તથા નકશા તૈયાર કરી આપરાધ હુકમ માટે આરોપી નં.1એ આપતા આરોપી નં.1એ પેચીદારને આર્થિક લાભ કરાવવાના હેતુસર લઘુત્તમ દંડ કર્યો હતો.
નિયમો મુજબ સ.નં. 32માં 3,67,17,313 રૂપિયાનો દંડ થવા પાત્ર હતો. પરંતુ આરોપી નં. 1 થી 3એ એકબીજાના મેળાપીપણામાં સરકારી પરિપત્રોનું ઉલ્લંઘન કરી, ખોટા માપો આપી પેચીદારને થવા પાત્ર દંડ કરતા ઓછા દંડની વસૂલાત કરી ગેરરીતી આચરી રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારશ્રીને સ.નં.11માં 3,68,35,390 તથા સ.નં.32માં 3,67,17,313 મળી કુલ 1,17,02,703 રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડી પોતાના મળતીયાઓને આર્થિક લાભ કરાવ્યો છે.
આ અંગે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988 સુધારો-2018ની કલમ 12, 13(1)(a), 13(2) તેમજ ભારતીય ફોજદારી ધારા-1860ની કલમ 217 મુજબનો ગુનો લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, ભરૂચ ખાતે દાખલ કરવામાં આવેલ છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
