<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

અમદાવાદમાં શાળામાં ઝઘડો :ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થી પર પરિકરથી હુમલો: આંખના ભાગે ગંભીર ઈજા

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને એલજી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં તેનું ઑપરેશન કરવાની ફરજ પડી

અમદાવાદમાં શાળામાં વિદ્યાર્થી પર હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી પર પરિકરથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેની આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. 

 આ અંગે મળતી માહિતી મુજબ, બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાલી રહેલા ઝઘડાને શાંત કરાવવા માટે આ વિદ્યાર્થી વચ્ચે પડ્યો હતો, ત્યારે તેના પર હુમલો થયો. આંખ પર ગંભીર ઘા વાગતા તેને થોડા સમય માટે દેખાતું પણ બંધ થઈ ગયું હતું. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ઑપરેશન કરવાની ફરજ પડી હતી. ઘટના બાદ પરીક્ષા દરમિયાન થયેલી બબાલને ધ્યાનમાં રાખીને નારોલ પોલીસે શાળામાં પહોંચી તપાસ હાથ ધરી હતી.

(1:36 PM IST)