<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

શાળા રેકોર્ડમાં ‘ભાઈ' ‘કુમાર'ના માનવાચક સંબોધનમાં ધરખમ ઘટાડો

નામોમાં હવે ભાઈ, કુમાર, પ્રસાદ લખાવવું આઉટ ઓફ ફેશન : વિદેશ જવાની પ્રક્રિયામાં કાયદાકીય રીતે અંતરાયરૂપ બનતા ભાઈ, કુમાર, દાસ, કાંત, ગૌરી કે બાળા જેવા સફિક્‍સનો ઉપયોગ ઘટવા લાગ્‍યો

 

અમદાવાદ,તા.૨૫: દસમા ધોરણમાં ભણતી હીમાને છેક ગ્રેજ્‍યુએશન પછી ખબર પડી કે તેના નામ પાછળ કેટલીક માર્કશીટમાં કુમારી હતું અને પિતાના નામની પાછળ એલ.સીમાં ‘‘અરવિદ કુમાર' હતું અને માર્કશીટમાં ‘‘અરવિદભાઈ' જોવા મળ્‍યું હતું. આ બધી માથાકૂટમાં ના પડવું પડે એ માટે ઝેન ઝી અને તેમના માતા-પિતા હવે 'કુમાર' કે 'ભાઈ' કે 'દાસ'ની માથાકૂટમાં પડ્‍યા કરતાં સીધુ માત્ર નામ જ લખાવે છે. જેમ કે પુત્રીનું નામે ‘આરોહી'હોય અને પિતાનું નામ ‘વિજય' હોય તો ‘આરોહી વિજય પટેલ'. આના કારણે કોઈ એફિડેવિટની માથાકૂટો રહેતી નથી.

અમદાવાદની જાણીતી શાળાના એક આચાર્યના જણાવ્‍યા પ્રમાણે નવા ટ્રેન્‍ડમાં લોકો નામની પાછળ પ્રિફિક્‍સ કે સફિક્‍સ લખાવવાનું ટાળે છે. આનું મૂળ કારણ કાયદાકીય ગૂંચવણમાંથી બચવાનો છે. આજથી દસ વર્ષે પહેલા ભાઈ, કુમાર, દાસ, કાંત કે ગૌરી કે બાળા લખાવવાની એક પ્રથા હતી. પચાસ વર્ષ પહેલા પુરુષોના નામની પાછળ દાસ અને મહિલાઓની પાછળ ગૌરી એટલે કે નામ 'કંચન હોય તો કંચનગૌરી, આઈડેન્‍ટીટી રાખવમાં બના સાલીએ એક આકારોથી હોવાથી આજે પણ સૌરાષ્ટ્રમાં કચ્‍છમાં નામ પાછળના ળના સફીક્‍સને અનુસરવામાં આવે છે. પરંતુ શહેરી વિસ્‍તારોમાં ભાઈ અને કુમારની ઝંઝટ ના આવે તે માટે એફિડેવિટ કરાવ્‍યા કરતાં સીધા શાળામાં જ નામ અને પાછળ પિતાનું નામ લખાવવામાં આવી રહ્યું છે.

આ અંગે વાત કરતાં એક સામાજિક સંશોધક જણાવે છે કે સાઈઠ અને સિત્તેરના વાલજી' જેવા ટૂંકા નામો આજે પણ સોરઠના દરિયાઈ પંથકોમાં અને સાબરકાંઠના ટ્રાઈબલ બેલ્‍ટમાં જોવા મળે છે. ગુજરાત સરકારમાં નામ અથવા અટક (સરનેમ)માં સફિક્‍સ (જેમ કે ભાઈ, બેન, કુમાર) અને પ્રિફિક્‍સ બદલવાની અરજીઓની રોજની અંદાજિત ૮૦૦ છે. જેમાં મોટેભાગે પાસપોર્ટ, વિઝા ટ્ટ અને અન્‍ય અધિકૃત દસ્‍તાવેજોમાં નામની પાછળ લાગેલા કુમાર, ભાઈકે અન્‍ય સફિક્‍સ બદલવા માટે હોય છે. આ માટે ગુજરાત ઈ-ગેઝેટપોર્ટલ નામ/અટક બદલવા માટે અરજી કરવી પડે છે. તેમાં સામાન્‍ય ગેઝેટ માટે ૩૦૦ અને એકલા નામ માટે વધુ ફી ભરવી  પડે છે. પ્રક્રિયામાં અફિડેવિટ, અખબારમાં

જાહેરાત અને ગેઝેટ પ્રકાશનનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા સામાન્‍ય રીતે ૩૦ થી ૪૫ કાર્યકારી દિવસોમાં પૂરી થાય છે. આટલી લાંબી પ્રક્રિયામાં પાછળથી દોડવું ના પડે એ માટે લોકો સાવચેતીના ભાગરુપે વિદેશ જવાની પ્રક્રિયાને ધ્‍યાનમાં લઈને પહેલેથી જ ભાઈ કે કુમારની માથાકૂટમાં પડતા નથી.

(11:42 AM IST)