News of Monday, 11th May 2026
રાજ્યમાં કાળઝાળ ગરમી:12 જિલ્લાઓમાં 41થી 45 ડિગ્રીની વચ્ચે મહત્તમ તાપમાન: જાણો ક્યાં શહેરમાં કેટલું તાપમાન
સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં હીટવેવની શક્યતા

અમદાવાદ :ગુજરાત રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી આકરી ગરમી અને હીટવેવની સ્થિતિ પ્રવર્તવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આજે રાજ્યમાં આકરી ગરમી અનુભવાઇ હતી. રાજ્યના 12 જિલ્લાઓમાં 41થી 45 ડિગ્રીની વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. તેમજ મોટાભાગના શહેરોમાં 25થી 30 ડિગ્રીની વચ્ચે લઘુત્તમ તાપમાન રહ્યું હતું. જેના કારણે બપોરે કાળઝાળ ગરમી અને રાત્રે અકળાવી દે તેવી ગરમી અનુભવાઇ હતી.
હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી અને તે 41 થી 45 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. જોકે, ચાર દિવસ બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આગામી ચાર દિવસ સુધી 12થી 15 મે 2026 દરમિયાન, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં હીટવેવની શક્યતા છે.
રાજ્યના પાટનગર અને આર્થિક કેન્દ્ર અમદાવાદમાં સોમવારે મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતા 2.7 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ, હાલમાં દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત, પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર પાકિસ્તાન પર પણ સમાન હવામાન પ્રણાલી સર્જાઈ છે. નીચલા સ્તરે ફૂંકાતા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનોને કારણે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે.
કયા શહેરમાં કેટલું રહ્યું તાપમાન

(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
