તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
રાજ્યમાં કાળઝાળ ગરમી: રાજકોટ અને અમદાવાદના તાપમાનથી લોકોએ તોબા પોકાર્યા : હજુ બે દિવસ વધુ ભયંકર ગરમી પડશે
આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો રહેશે:અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસને વટાવી શકે: પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ

અમદાવાદ :સમગ્ર ગુજરાતમાં હાલ અંગ દઝાડતી ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી નવીનતમ આગાહી મુજબ, આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો રહેશે. ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસને વટાવી શકે છે, જેના કારણે પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
ગઈકાલના આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર રાજકોટ 43.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. તે જ સમયે અમદાવાદમાં પણ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સતત વધતા તાપમાનના કારણે બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હીટવેવની આ સ્થિતિ આગામી 48 કલાક સુધી યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 44 ડિગ્રીની વચ્ચે રહેવાની ધારણા છે. આ આકરી ગરમીમાં લૂ થી બચવા માટે બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા અને વધુમાં વધુ પાણી અને પ્રવાહી પીવા માટે તબીબો દ્વારા સલાહ આપવામાં આવી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
