તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
રાજ્યમાં કાળઝાળ ગરમી: અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રી : કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ: અમદાવાદમાં 44 ડિગ્રીની આગાહી.
બનાસકાંઠા, પાટણ, વડોદરા, ગાંધીનગર, અમદાવાદમાં યલો એલર્ટ : બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને વડોદરામાં આકરી ગરમી પડશે

ગાંધીનગર: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, અમરેલીમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રી આસપાસ રહેવાની ધારણા છે. કચ્છ અને સુરેંદ્રનગરમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા, પાટણ, વડોદરા, ગાંધીનગર, અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે પણ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીનો પારો 41થી 45 ડિગ્રીની આસપાસ રહેશે.
આગામી 3 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવ અને સુરત જેવા વિસ્તારોમાં સિવિયર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં આકરી ગરમી પડશે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ઉનાળાની ઋતુમાં દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવો. 3 લીટર પીવાના પાણીમાં 10 ગ્રામ વેટીવરના મૂળ નાખીને સારી રીતે ઉકાળો, પછી આ પાણી આખા દિવસ દરમિયાન પીવો. હીટ સ્ટ્રોકથી બચવા માટે, આલ્કોહોલ, ગરમ અથાણું અને આથોવાળા એસિડિક ખોરાક લેવાનું ટાળો. હીટ સ્ટ્રોકથી બચવા માટે તમારા આહારમાં નારિયેળ પાણી, લીંબુનો રસ, તરબૂચ અને તરબૂચ જેવા મોસમી ફળોનો સમાવેશ કરો
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
