<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

સાબરકાંઠાના ઈડરના રાણી તળાવ પાસે સ્કોર્પિયો કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત :આગમાં લપેટાઈ

સ્કોર્પિયો કાર રોડ સાઈડ ટી સ્ટોલમાં ઘૂસી જતા આગમાં લપેટાઈ: અકસ્માતમાં ટી સ્ટોલ પણ આગમાં ખાખ થઈ ગયો

  સાબરકાંઠાના ઈડરના રાણી તળાવ પાસે સ્કોર્પિયો કાર અકસ્માત બાદ આગમાં લપેટાઈ હતી  ઈડર-અંબાજી સ્ટેટ હાઇવે રોડ પર સ્કોર્પિયો કારને અકસ્માત નડ્યો હતો કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો . સ્કોર્પિયો કાર રોડ સાઈડ ટી સ્ટોલમાં ઘૂસી જતા આગમાં લપેટાઈ હતી . અકસ્માતમાં ટી સ્ટોલ પણ આગમાં ખાખ થઈ ગયો હતો . સ્થાનિકોએ ફાયર બ્રિગેડ ટીમને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી. કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાની નહીં

(5:24 PM IST)