<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતા અટકાવવા સર્ચ, સિઝરથી માંડી ચાર્જશીટ સુધીની બાબતોના ટોપ ટુ બોટમ પોલીસ અધિકારી સ્‍ટાફને હોમ વર્ક કરાવ્‍યું : નરસિંહમાં કોમાર

સીબીઆઇ બેકગ્રાઉન્‍ડ અને સ્‍વચ્‍છ છબી ધરાવતા વડોદરા પોલીસ કમિશનરની ‘‘અકિલા'' સાથે ખાસ વાતચીત : ડ્રગ્‍સ નાબુદી માટે ફ્રેશ રણનીતિ, ડીસીપીથી જમાદાર સુધી વર્કશોપ : સેક્‍ટર વડા નિલેશ જાજડિયા અને સેક્‍ટર હેડ ડો. સુધીર દેસાઈની ઉપસ્‍થિતિમાં યોજાયેલ સીપી દ્વારા તમામ પોલીસ મથકમાં ખાસ NDPS ટીમ ઉભી કરવાનો મહત્‍વનો નિર્ણય થયો...

રાજકોટ તા. ૧૭ વડોદરા શહેરના સ્‍વચ્‍છ છબી ધરાવતા અને સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર , રાજ્‍યના લો એન્‍ડ ઓર્ડર વડા હતા તે સમયથી ગુજરાતભરમાં ડ્રગ્‍સ વિરોધી ઝુબેશના હિમાયતી રહેવા સાથે આ બદી, કોઈ સામાન્‍ય નહિ, પરંતુ યુવા પેઢી તમામ રીતે બરબાદ થનાર હોય તે સામે કોઈ લાપરવાહી વગર કેવી રીતે પગલા ભરવા તેને માટે આખી ફ્રેશ રણનીતિ ત્‍યાર કરી આ માટેની કાયદાકીય બારીકાઇઑ માટે વડોદરા પોલીસ હેડ કવાટર ખાતે ડીસીપી થી પોલીસ જમાદાર સુધી એક વર્કશોપ યોજેલ, જે બાબતે અકિલા સાથેની વાતચીતમાં વિસ્‍તળત માહિતી આપી હતી,જેના મહત્‍વની બાબતો આ પ્રકારે છે.

વર્કશોપ દરમિયાન NDPS એક્‍ટની કલમવાર સમજ, કેસ સ્‍ટડી, ટેકનિકલ પુરાવા એકત્ર કરવાની પદ્ધતિ અને કોર્ટમાં ટકી શકે તેવી ચાર્જશીટ તૈયાર કરવા અંગે ઝીણવટભરી માર્ગદર્શિકા આપવામાં આવી હતી. પોલીસ કમિશનરે સ્‍પષ્ટ કર્યું કે ડ્રગ્‍સ નેટવર્કની કડીઓ તોડવા દરેક પોલીસ સ્‍ટેશનની NDPS ટીમ હવે પ્રોએક્‍ટિવ કામગીરી કરશે અને યુવા પેઢીને નશામુક્‍ત રાખવા શાળા-કોલેજો સુધી જનજાગળતિ અભિયાન પણ ચલાવશે.

૧. વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના સેવનને અટકાવવા માટે પ્રતાપનગર મુખ્‍ય મથક, તાલીમ કેન્‍દ્ર ખાતે ૅનશામુક્‍ત વડોદરા અભિયાનૅ અંતર્ગત ડ્રગ્‍સ નાબુદી તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું.

૨. પોલીસ કમિશનર નરસિંહમાં કોમારની અધ્‍યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સંયુક્‍ત પોલીસ કમિશનર નિલેશ જાજડીયા, સુધીર દેસાઇ સહિત તમામ ઝોનના નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર અને થાણા અધિકારીઓ હાજર રહ્યા.

૩. વડોદરા શહેરને નશામુક્‍ત કરવા પોલીસ કમિશનર દ્વારા ૅડ્રગ્‍સ નાબુદી અભિયાનૅ અંતર્ગત તમામ પોલીસ સ્‍ટેશનમાં ખાસ "NDPS TEAM" ની રચના કરવામાં આવી છે.

૪. પોલીસ કમિશનર નરસિંહમાં કોમારે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્‍યું કે NDPS એક્‍ટ હેઠળ ગુનાની તપાસ, સર્ચ, સીઝરથી લઈને ચાર્જશીટ સુધીની કાર્યવાહી અંગે તાલીમ આપી નાર્કોટિક્‍સ પ્રવળત્તિને અંકુશમાં લેવાશે.

૨૦૨૫ દરમિયાન વડોદરા શહેર પોલીસે NDPS એક્‍ટ હેઠળ કુલ ૪૨ ગુના નોંધ્‍યા હતા, જ્‍યારે ૨૦૨૬ માં અત્‍યાર સુધીમાં કુલ ૧૧ ગુના નોંધાયા છે.

(11:43 AM IST)