News of Thursday, 16th July 2026
રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલીનો બીજો તબક્કો: 24 જુલાઈના રોજ પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી કેમ્પ
કેમ્પના સુચારુ આયોજન માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO)ને જરૂરી માર્ગદર્શિકા અને સૂચનાઓ આપી દ્દેવાઈ

ગાંધીનગર : ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા ફેરબદલીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જે અંતર્ગત બદલીઓનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા આ અંગે સત્તાવાર પત્ર જાહેર કરીને આગામી 24 જુલાઈના રોજ પ્રાથમિક શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી કેમ્પ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ કેમ્પના સુચારુ આયોજન માટે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO)ને જરૂરી માર્ગદર્શિકા અને સૂચનાઓ આપી દેવામાં આવી છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
