News of Monday, 20th July 2026
ચોમાસાની સીઝનના બીજા રાઉન્ડની શરૂઆત જાણે દક્ષિણ ગુજરાતથી : જલાલપોર ૬ ઇંચ, નવસારી ૫ ઇંચ, પારડી ૪ ઇંચ, પલસાણા ૩ ઇંચ, ચીખલી ૨.૫ ઇંચ વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : ચોમાસાના સીઝનના બીજા રાઉન્ડની શરૂઆત જાણે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતથી કરી હોય તેમ જણાય છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૦ જીલ્લાના ૧૧૧ તાલુકાઓમાં હળવાથી ૬ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
જેમાં મુખ્યત્વે મહેર દક્ષિણ ગુજરાતમાં વરસાવી છે, જલાલપોર ૬ ઇંચ, નવસારી ૫ ઇંચ, પારડી ૪ ઇંચ, પલસાણા ૩ ઇંચ, ચીખલી ૨.૫ ઇંચ, મહુવા અને નાનાપોંઢા ૨ ઇંચ વરસાદ નોંધાયો છે.
ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે ૧૯મી જુલાઈ ૨૦૨૬ સવારે ૬ થી ૨૦ જુલાઈ ૨૦૨૬ સવારે ૬ સુધીમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડા નવસારી જિલ્લામાં જલાલપોરમાં ૧૪૬ મિમી, નવસારીમાં ૧૨૨ મિમી, ચીખલીમાં ૬૩ મિમી, ગણદેવીમાં ૪૨ મિમી, ખેરગામમાં ૨૫ મિમી અને વાંસદામાં ૮ મિમી વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં પારડીમાં ૯૭ મિમી, નાનાપોંઢામાં ૫૦ મિમી, કપરાડામાં ૪૭ મિમી, ઉમરગામમાં ૩૬ મિમી, વાપીમાં ૩૫ મિમી, વલસાડમાં ૨૫ મિમી અને ધરમપુરમાં ૨૫ મિમી વરસાદ નોંધાયો.
સુરત જિલ્લામાં પલસાણામાં ૭૮ મિમી, મહુવામાં ૫૫ મિમી, સુરત શહેરમાં ૪૪ મિમી, બારડોલીમાં ૪૪ મિમી, ઉમરપાડામાં ૩૯ મિમી, કામરેજમાં ૨૭ મિમી, આંબિકામાં ૨૬ મિમી, માંગરોળમાં ૧૮ મિમી, ઓલપાડમાં ૧૭ મિમી, અરેઠમાં ૧૧ મિમી, માંડવીમાં ૯ મિમી અને ચોર્યાસીમાં ૪ મિમી વરસાદ નોંધાયો.
તાપી જિલ્લામાં વાલોડમાં ૩૮ મિમી, વ્યારામાં ૨૮ મિમી, ડોલવણમાં ૨૫ મિમી, સોનગઢમાં ૧૯ મિમી, ઉકાઈમાં ૧૦ મિમી અને કુકરમુંડામાં ૧ મિમી વરસાદ નોંધાયો. નર્મદા જિલ્લામાં ચીખડામાં ૨૪ મિમી, સાગબારામાં ૨૩ મિમી, ગરુડેશ્વરમાં ૧૭ મિમી, તિલકવાડામાં ૧૧ મિમી, નાંદોદમાં ૮ મિમી અને ડેડિયાપાડામાં ૪ મિમી વરસાદ નોંધાયો. વડોદરા જિલ્લામાં સિનોરમાં ૨૯ મિમી વરસાદ નોંધાયો. ભરૂચ જિલ્લામાં નેત્રંગમાં ૧૧ મિમી, વાલિયામાં ૩ મિમી, આમોદમાં ૨ મિમી અને હાંસોટમાં ૧ મિમી વરસાદ નોંધાયો.
છોટાઉદેપુર જિલ્લામાં જેતપુર પાવીમાં ૧૨ મિમી અને સંખેડામાં ૧ મિમી વરસાદ નોંધાયો. ડાંગ જિલ્લામાં આહવામાં ૧૨ મિમી, વઘઈમાં ૫ મિમી અને સુબીરમાં ૪ મિમી વરસાદ નોંધાયો. અમદાવાદ જિલ્લામાં વિરમગામમાં ૧૩ મિમી, માંડલમાં ૧૦ મિમી, અમદાવાદ શહેરમાં ૮ મિમી, ડેટ્રોજ-રામપુરામાં ૮ મિમી, ધોળકામાં ૩ મિમી અને બાવળામાં ૧ મિમી વરસાદ નોંધાયો. ગાંધીનગર જિલ્લામાં દેહગામમાં ૧૦ મિમી, કલોલમાં ૫ મિમી અને ગાંધીનગરમાં ૧ મિમી વરસાદ નોંધાયો.
મહેસાણા જિલ્લામાં જોટાણામાં ૧૦ મિમી અને કડીમાં ૧ મિમી વરસાદ નોંધાયો. મહીસાગર જિલ્લામાં વીરપુરમાં ૧૦ મિમી વરસાદ નોંધાયો. ખેડા જિલ્લામાં ફાગવેલમાં ૯ મિમી અને ગળતેશ્વરમાં ૫ મિમી વરસાદ નોંધાયો. સાબરકાંઠા જિલ્લામાં વડાલીમાં ૮ મિમી, ખેડબ્રહ્મામાં ૧ મિમી અને તલોદમાં ૧ મિમી વરસાદ નોંધાયો.
દાહોદ જિલ્લામાં સંજેલીમાં ૪ મિમી અને સુખસરમાં ૧ મિમી વરસાદ નોંધાયો. પંચમહાલ જિલ્લામાં ઘોઘંબામાં ૨ મિમી વરસાદ નોંધાયો. આણંદ જિલ્લામાં આણંદમાં ૨ મિમી વરસાદ નોંધાયો. અરવલ્લી જિલ્લામાં મોડાસામાં ૨ મિમી વરસાદ નોંધાયો. બોટાદ જિલ્લામાં રાણપુરમાં ૧ મિમી વરસાદ નોંધાયો.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
