તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારનું બીજું વર્ષઃ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ થી ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ : વિકાસ, વિજય , યોજના ઓ અને પડકારો
૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી સરકાર માટે સૌથી મોટો હતો પડકાર, ભાજપે ૧૮૨માંથી ૧૫૬ બેઠકો જીતીને મેળવ્યો ઐતિહાસિક વિજય :૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના બીજી વખત મુખ્યમંત્રી બનતા ભુપેન્દ્રભાઈ પટેલઃ રૂ.૩.૦૧ લાખ કરોડનું ગુજરાત બજેટઃ ખેડૂતોના લાભાર્થે લેવાયા અનેક નિર્ણયોઃ બિપરજોય વાવાઝોડુની કસોટીમાંથી સરકાર થઈ પસાર,સેમિકન્ડક્ટર અને નવી ટેકનોલોજી, ગિફ્ટ સિટી અને નાણાકીય ક્ષેત્ર, મેટ્રો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વાહન અને ગ્રીન એનર્જી, ગરીબ અને શ્રમિકો માટે નવા પગલાં, યુવાનો અને સ્વરોજગાર, પાણી અને ગ્રામ્ય વિકાસ, સ્થાનિક રાજકારણમાં ભાજપ વધુ મજબૂત, સરકાર સામે રહેલા પડકારો, ભૂપેન્દ્રભાઇ પટેલની રાજકીય શૈલી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલ માટે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨થી ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩નો સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ રહ્યો, આ એક વર્ષમાં સરકારને એક તરફ ૨૦૨૨ની ઐતિહાસિક વિધાનસભા ચૂંટણીનો સામનો કરવો પડ્યો, તો બીજી તરફ ચૂંટણી પછી નવી સરકાર રચીને વિકાસ અને કલ્યાણની અનેક યોજનાઓને આગળ ધપાવવાની જવાબદારી પણ આવી, આ સમયગાળાને ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્ર પટેલના નેતળત્વની સૌથી મોટી રાજકીય કસોટી અને સૌથી મોટી સફળતા તરીકે જોઈ શકાય.
૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ થી શરૂ થયેલા બીજા વર્ષમાં થોડા જ મહિનાઓ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી, ૧ અને ૫ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ બે તબક્કામાં મતદાન થયું અને ૮ ડિસેમ્બરે પરિણામ જાહેર થયું , ભાજપે ૧૮૨માંથી ૧૫૬ બેઠકો જીતીને ઐતિહાસિક વિજય મેળવ્યો, જેમાં ભાજપને ૧૫૬, કોંગ્રેસ ને ૧૭, આમ આદમી પાર્ટીને ૫, સમાજવાદી પાર્ટી ને ૧, અને અપક્ષને ૩ સીટ મળી હતી, આ પરિણામ ભૂપેન્દ્ર પટેલ ના નેતળત્વ માટે અત્યંત મહત્વપૂર્ણ બન્યું, ચૂંટણીમાં ભાજપની જંગી જીત બાદ ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ભૂપેન્દ્રભાઇ પટેલે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, આ સાથે તેમનો પ્રથમ કાર્યકાળ પૂરો થઈને બીજા સતત કાર્યકાળની શરૂઆત થઈ.
ચૂંટણીના આ પડાવ બાદ,બીજા વર્ષનો સૌથી મહત્વપૂર્ણ નીતિગત પ્રસંગ હતો ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩નું ગુજરાત બજેટ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ રૂ.૩,૦૧,૦૨૨ કરોડનું બજેટ રજૂ કર્યું, ખાસ વાત એ હતી કે કોઈ નવા કરવેરા લાદવામાં આવ્યા નહોતા, સરકારે બજેટ માં ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, ખેડૂતો, યુવાનો, ગરીબ અને મધ્યમ વર્ગ, આદિવાસી વિકાસ, રસ્તા અને માળખાકીય સુવિધા, મેટ્રો, વીજળી પાણી, રોજગાર અને સ્વરોજગાર ઉપર વિશેષ ધ્યાન આપ્યું.
ભુપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ ઉપર પણ વિશેષ ભાર આપ્યો, વર્ષ ૨૦૨૩-૨૪ માં શિક્ષણ માટે અંદાજે રૂ.૪૩,૬૫૧ કરોડ ની જોગવાઈ કરવામાં આવી, જે અગાઉ ના વર્ષ કરતાં લગભગ ૨૫ ટકા વધુ હતી , મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ/સ્કૂલ વાઉચર યોજના જેવી પહેલ દ્વારા આર્થિક રીતે નબળા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ લઈ જવાનો પ્રયાસ થયો. ૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે રૂ.૬૪ કરોડ ની જોગવાઈ કરવામાં આવી, એટલુંજ નહી નવી પેઢી માટે, કોડિંગ, કળત્રિમ બુદ્ધિમત્તા, મશીન ર્લનિંગ, રોબોટિક્સ, ઇલેક્ટ્રિક વાહન, સેમિકન્ડક્ટર ડિઝાઇન, ક્લાઉડ સર્વિસ, સાયબર-ફિઝિકલ સિસ્ટમ જેવા ક્ષેત્રો માં સેન્ટર ઓફ એક્સેલન્સ વિકસાવવા ની દિશા નક્કી થઈ.
બીજા વર્ષ નો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય હતો પી એમ જય મા હેઠળ આરોગ્ય વીમા કવચ રૂ.૫ લાખથી વધારીને રૂ.૧૦ લાખ કરવું, આ નિર્ણય જુલાઈ ૨૦૨૩ થી અમલમાં આવ્યો, સરકારના જણાવ્યા પ્રમાણે , ૨૭૨ ડાયાલિસિસ કેન્દ્રો, છ મહિના માં ૧.૫ લાખ થી વધુ ડાયાલિસિસ સેશન, ૩.૩૨ કરોડથી વધુ ખ્ગ્ણ્ખ્ કાર્ડ, રાજ્યના એક કરોડ બાળકોના આરોગ્ય પરીક્ષણનું અભિયાન, આ સમયગાળામાં આરોગ્ય ક્ષેત્રની મુખ્ય કામગીરી રહી.
મહિલા સશક્તિકરણ બીજા વર્ષના મહત્વના ક્ષેત્રોમાં રહ્યું, સરકારે ૨૦૦ થી વધુ મહિલા કેન્દ્રિત યોજનાઓ માટે કુલ રૂ.૧,૦૪,૯૮૬.૭૦ કરોડનું જોગવાઈ માળખું દર્શાવ્યું, જેમાં મુખ્યમંત્રી માતળશક્તિ યોજના, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓના પોષણ માટે તુવેરદાળ, ચણા, અને રિફાઇન્ડ તેલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ ૧,૨૮૫ દીકરીઓને એમબીબીએસ અભ્યાસ માટે સહાય આપવા માં આવી હોવાનો સરકારનો આંકડો છે.
ભુપેન્દ્રભાઇ પટેલ સરકારે બીજા વર્ષ દરમ્યાન ખેડુતોના હિતમાટે અનેક નિર્ણયો લીધા, સરકારના જણાવ્યા અનુસાર, સિંચાઈ માટે વધારાનું ૨.૨૭ મિલિયન એકર-ફૂટ પાણી ,કુદરતી ખેતી માટે ૨૦ લાખથી વધુ ખેડૂતોને તાલીમ, ૭ લાખથી વધુ ખેડૂતો કુદરતી ખેતી તરફ વળ્યા હોવાનો દાવો લાલ ડુંગળી અને બટાકા માટે રૂ.૩૩૦ કરોડનું પેકેજ, નિકાસ માટે રૂ.૪૦ કરોડની સહાય, એ.પી.એમ.સી. વેચાણ માટે રૂ.૯૦ કરોડ, ટેબલ પોટેટો કોલ્ડ સ્ટોરેજ માટે રૂ.૨૦૦ કરોડની સહાય, આમાં થી કેટલાક આંકડા સરકાર ના બે વર્ષના સંયુક્ત અહેવાલના છે.
દાદાની સરકારની જાણે કુદરતે પણ પરીક્ષા કરી હોય એમ,સૌથી મોટી આપત્તિ જૂન ૨૦૨૩ માં બિપરજોય વાવાઝોડું ગુજરાત માટે ગંભીર કુદરતી આપત્તિ બનીને આવ્યું, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ના વિસ્તારો માં ભારે જોખમ ઊભું થયું, સરકારે મોટા પાયે સ્થળાંતર કરાવ્યું અને ‘ઝીરો કેઝયુઆલિટી' અભિગમ અપનાવ્યો, સરકારના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા, તાત્કાલિક રાહત માટે રૂ.૧૧.૬૦ કરોડ, ૧૦ અસરગ્રસ્ત જિલ્લાઓ માટે રૂ.૨૪૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું,આ વાવાઝોડાના સંચાલનને ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારના બીજા વર્ષનું મહત્વપૂર્ણ વહીવટી પરીક્ષણ માનવામાં આવ્યું.
ત્યાર બાદ બીજા વર્ષનો અત્યંત મહત્વપૂર્ણ રાજકીય-સામાજિક નિર્ણય હતો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી માટે ૨૭ ટકા અનામત નો અમલ, જસ્ટિસ ઝવેરી કમિશન ની ભલામણો ના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો , કારણ કે , મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત , ગ્રામ પંચાયત, જેવી સ્થાનિક સંસ્થા ઓ માં ઓબીસી પ્રતિનિધિત્વ નો માર્ગ મજબૂત થયો, જે રાજકીય રીતે પણ આ નિર્ણય ખૂબ મહત્વપૂર્ણ ગણાયો.
જી ૨૦ સમીટમાં જાણે ગુજરાતને મળ્યું આંતરરાષ્ટ્રીય મંચ, ૨૦૨૩માં ભારત પાસે જી ૨૦નું અધ્યક્ષપદ હતું અને ગુજરાત માં પણ વિવિધ મહત્વની બેઠકોનું આયોજન થયું, આ દરમિયાન જી ૨૦ સંબંધિત બેઠકો, ઉદ્યોગ સંબંધિત કાર્યક્રમો, ઊર્જા પરિવર્તન, મહિલા સશક્તિકરણ, મેડિકલ ટેકનોલોજી, રોકાણ જેવા ક્ષેત્રો માં ગુજરાત ની ભૂમિકા વધી, આના કારણે ગુજરાતને વૈશ્વિક રોકાણ અને ઉદ્યોગના કેન્દ્ર તરીકે રજૂ કરવાની સરકારને તક મળી.
ભૂપેન્દ્રભાઈની સરકારને બીજા વર્ષમાં પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહન, રોબોટિક્સ, કળત્રિમ બુદ્ધિમત્તા અને અદ્યતન ઉત્પાદન જેવા ક્ષેત્રો માં પોતાની સ્થિતિ મજબૂત કરવાની દિશામાં પગલાં લેવાનો મોકો મળ્યો, નવી પેઢીની ટેકનોલોજી માટે સરકારી એન્જિનિયરિંગ કોલેજો અને પોલિટેકનિકમાં સેન્ટર ઓફ એક્સલન્સની દિશામાં નિર્ણય લેવામાં આવ્યો, જે આગામી દાયકામાં ગુજરાતને માત્ર ટેક્સટાઇલ, કેમિકલ, પેટ્રોકેમિકલ અને ઓટોમોબાઇલ રાજ્ય નહીં પરંતુ હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ની દિશા માં આ મહત્વપૂર્ણ પગલું હતું.
આ ઉપરાંત ગિફ્ટ સિટી ને આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે વિકસાવવાની પ્રક્રિયા બીજા વર્ષમાં પણ સરકારની મહત્વની પ્રાથમિકતા રહી, ફિન ટેક અને નવી નાણાકીય સેવા ઓ માટે ઇકોસિસ્ટમ વિકસાવવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા, આ સાથે ગુજરાતે આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓને આકર્ષવાની નીતિ આગળ વધારી.
દાદા એ વર્ષ ૨૦૨૩ના બજેટમાં માળખાકીય વિકાસને પણ મોટું સ્થાન આપ્યું ખાસ કરીને, અમદાવાદ મેટ્રો , સુરત મેટ્રો, રસ્તા, પુલ, એરપોર્ટ, શહેરી પરિવહન, પાણી પુરવઠો,વીજળીનું નેટવર્ક માટે મોટી જોગવાઈઓ થઈ, અમદાવાદ મેટ્રોના બીજા તબક્કા માટે રૂ.૧૮,૦૦૦ કરોડના પ્રોજેક્ટને બજેટમાં મહત્વ આપવામાં આવ્યું હતું.
પટેલ સરકારે ઇલેક્ટ્રિક વાહન અને ગ્રીન એનર્જી ઉપર પણ વિશેષ ધ્યાન આપ્યું,પર્યાવરણ અને ભવિષ્ય ની ઊર્જા જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક બસ, ઇલેક્ટ્રિક વાહન, સોલાર રૂફટોપ, ગ્રીન એનર્જી પર ભાર વધારવામાં આવ્યો, વર્ષ ૨૦૨૩ ના બજેટમાં ઈવી ઇકોસિસ્ટમ માટે રૂ.૨૧૭ કરોડની જોગવાઈ તથા વધુ ઇલેક્ટ્રિક બસ માટે અલગ ફાળવણી કરવામાં આવી હતી.
સાથે સાથે ગરીબ અને શ્રમિકો માટે નવા પગલાં લેવાયા, ૨૦૨૩ ના બજેટ માં આગામી પાંચ વર્ષમાં ગરીબોના કલ્યાણ માટે રૂ.૨ લાખ કરોડ સુધીના ખર્ચનું આયોજન જાહેર કરવામાં આવ્યું , આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના, શહેરોમાં કામ કરતા શ્રમિકોને પોસાય તેવા આવાસની સુવિધા આપવાનો હેતુ, શ્રમિક અન્નપૂર્ણા યોજના રૂ.૫ માં ભોજન ની વ્યવસ્થા વિસ્તળત કરવાનો નિર્ણય, ૨૦૨૩ના બજેટમાં શ્રમિકો માટે નવા કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત પણ થઈ.
ભુપેન્દ્રભાઈની સરકારે બીજા વર્ષમાં પણ યુવાનો અને સ્વરોજગારને નજરમાં રાખ્યું યુવાનો માટે માત્ર સરકારી નોકરી નહીં પરંતુ સ્વરોજગાર અને સ્ટાર્ટઅપ પર પણ ભાર મૂકાયો, ૨૦૨૩ના બજેટમાં યુવાનોના સ્વરોજગાર માટે આશરે રૂ.૫૦૦ કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી હતી, નવી ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ અને નવીનતા માટે Student Startup and Innovation Policy તરફ પણ ધ્યાન અપાયું.
પ્રાથમિક જરૂરિયાતમાં પાણી અને ગ્રામ્ય વિકાસને પણ પ્રાથમિકતા મળી, પાણી પુરવઠા માટે ૨૦૨૩-૨૪ના બજેટમાં આશરે રૂ.૬,૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી, ‘નલ સે જલ' માટે રૂ.૨,૬૦૨ કરોડ અને આદિવાસી વિસ્તારોના પાણી પુરવઠા માટે રૂ.૯૦૯ કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી, આ ઉપરાંત અમળત સરોવર અને જળસંચયની કામગીરીને પણ આગળ ધપાવવામાં આવી.
ભુપેન્દ્રભાઈની સરકારના બીજા વર્ષમાં સૌથી મોટી સફળતા માં સ્થાનિક રાજકારણમાં ભાજપ વધુ મજબૂત બનાવવાને ના ભુલવું જોઈએ, બીજા વર્ષનું સૌથી મોટું રાજકીય પરિણામ માત્ર ૧૫૬ બેઠકોની જીત નહોંતી, તેના કારણે, ભૂપેન્દ્ર પટેલ - બીજી વખત મુખ્યમંત્રી અને ભાજપ - ગુજરાતમાં અત્યંત મજબૂત રાજકીય સ્થિતિમાં, બંને બાબતો એકસાથે મજબૂત બની, જેની સામે કોંગ્રેસ માટે માત્ર ૧૭ બેઠકો અને આમ આદમી પાર્ટી માટે ૫ બેઠકોનું પરિણામ ગુજરાત ના વિપક્ષી રાજકારણ માટે મોટા આંચકા રૂપ હતું.
મુખ્યમંત્રી સામે આ વર્ષ દરમ્યાન અનેક પડકારો રહ્યા, સરકાર સામે કેટલાક ગંભીર પ્રશ્નો પણ રહ્યા , મોંઘવારી, ખાદ્યપદાર્થો, શિક્ષણ, આરોગ્ય અને ઘરખર્ચ માં વધતા ખર્ચ નો પ્રશ્ન સામાન્ય પરિવાર માટે પડકારરૂપ રહ્યો, ખેડૂતોના ઉત્પાદન ખર્ચ સામે પાકના ભાવ, ખાસ કરીને ડુંગળી-બટાકા જેવા પાકમાં ભાવની અસ્થિરતા મહત્વનો મુદ્દો રહી, જંત્રી અને રિયલ એસ્ટેટમાં પણ નારાજગીરહી,જંત્રી દરમાં વધારો અને મિલકત વ્યવહારો અંગે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ચિંતા વ્યક્ત થઈ , ઔદ્યોગિક વિકાસનો લાભ રાજ્ય ના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારો સુધી સમાન રીતે પહોંચાડવાનો પડકાર રહ્યો.
બીજા વર્ષના અંતે ભૂપેન્દ્રભાઇ પટેલની રાજકીય છબીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો, ૨૦૨૧માં તેઓ અચાનક મુખ્યમંત્રી બનેલા નેતા તરીકે જોવામાં આવતા હતા , પરંતુ ૨૦૨૨ની ચૂંટણી માં ભાજપ ને મળેલા ૧૫૬ બેઠકો ના ઐતિહાસિક જનાદેશ બાદ તેમની રાજકીય સ્વીકાર્યતા ઘણી મજબૂત બની , તેમની કાર્યશૈલી માં સાદગી ૅ વહીવટી અભિગમ ‘ ઓછો વિવાદ' વિકાસલક્ષી નિર્ણય પર ભાર જોવા મળ્યો હોવાનું કહી શકાય.
ભુપેન્દ્ર ભાઈ પટેલ નું મુખ્યમંત્રી તરીકેના બીજા વર્ષને એક વાકયમાં કહેવું હોય તો એવું કહી શકાય કે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ થી ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ રાજકારણ ભાજપની ૧૫૬ બેઠકો સાથે ઐતિહાસિક જીત મુખ્યમંત્રી ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ એ ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યમંત્રી બજેટ.... રૂ.૩.૦૧ લાખ કરોડ નું ૨૦૨૩-૨૪ બજેટ, કરવેરો, નવા કરવેરા નહીં. આરોગ્ય.... પીએમ જય માં કવચ રૂ.૫ લાખથી રૂ.૧૦ લાખ શિક્ષણ....રૂ.૪૩,૬૫૧ કરોડની બજેટ જોગવાઈ મહિલાઓ....રૂ.૧ લાખ કરોડ થી વધુના મહિલા કેન્દ્રિત બજેટનું માળખું ઓબીસી.... સ્થાનિક સ્વરાજ્યમાં ૨૭્રુ અનામત ખેડૂતો....કુદરતી ખેતી, સિંચાઈ અને પાક સહાય પર ભાર બિપરજોય....મોટા પાયે સ્થળાંતર અને રૂ.૨૪૦ કરોડ રાહત પેકેજ શ્રમિકો....શ્રમિક બસેરા અને રૂ.૫ માં ભોજન જેવી પહેલ યુવાનો....સ્વરોજગાર, સ્ટાર્ટઅપ અને નવી ટેકનોલોજી ઉદ્યોગ.....સેમિકન્ડક્ટર, ઈવી, એઆઈ, રોબોટિક્સ તરફ આગળ વધવાનો પ્રયાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર....મેટ્રો, રસ્તા, પાણી, વીજળી અને શહેરી પરિવહન જી ૨૦....ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય બેઠકો અને રોકાણની તકો સફળતાથી બે વર્ષ પુર્ણ કર્યા બાદ ભુપેન્દ્રભાઈની સરકાર આગળ ધપતી ગઈ.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
