News of Sunday, 24th May 2026
અમદાવાદ મહાનગર પાલિકામાં સ્ટેન્ડિગ કમિટીના સભ્ય બનવા માટે સિનિયર કોર્પોરેટરોને ફોર્મ ભરવા ફોન પર અપાઈ સુચના !
30 માંથી 12 સભ્યોની નિયુક્તિ કરવામાં આવશે, જ્યારે 18 કોર્પોરેટરોના ફોર્મ પરત ખેંચાશે.

અમદાવાદ મહાનગરપાલિકામાં મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડક સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બનાવવા માટે ભાજપે કેટલાક કોર્પોરેટરોને ફોન કર્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બનવા માટેના ફોર્મ ભરવા માટે પાર્ટીએ, સિનિયર કાઉન્સિલરોને ફોન કર્યાં છે. 30 કાઉન્સિલરોને 25 મે ના રોજ ફોર્મ ભરવા સુચના અપાઈ છે 30 માંથી 12 સભ્યોની નિયુક્તિ કરવામાં આવશે, જ્યારે 18 કોર્પોરેટરોના ફોર્મ પરત ખેંચાશે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
