તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 25th June 2026
દિયોદરના વડાણા નજીક આર્ટિગા ગાડી અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત: ભાભરના પિતા-પુત્રનું મોત: માતા ગંભીર
અકસ્માત સર્જ્યા બાદ ગાડી ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર :દિયોદર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધી તપાસ હાથ ધરી

બનાસકાંઠાના દિયોદર તાલુકાના વડાણા ગામ નજીક એક હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી અર્ટિગા ગાડીએ બાઈકને જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે બાઈક પર સવાર માતાને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતક પિતા-પુત્ર ભાભર તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ ગાડી ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. આ મામલે દિયોદર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધી આગળની તપાસ અને ફરાર ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
