<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ગાંધીનગર-સરખેજ હાઈવે પર ચાર લક્ઝરિયસ કાર વચ્ચે ગંભીર અકસ્માત :નશામાં ધૂત 4 યુવાનો ગંભીર રીતે ઘાયલ :એક ક્રેટા કાર બળીને ખાખ થઈ

સરગાસણ બ્રિજ પાસે ઇનોવા ગાડી જતી હતી તેની પાછળ મહિન્દ્રા ઇવી ટી હતી મહિન્દ્રા કારને ઓવરટેક કરવા જતાં પૂરપાટ આતી ક્રેટા ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી મહિન્દ્રા કારને પાછળથી ટક્કર મારી જે ગાડી આગળ જતી ઈનોવાને ટક્કર મારી દેતા ક્રેટા કાર અક્સમાત બાદ સળગી ઉઠી

ગાંધીનગરના સરખેજ હાઈવે પર ગત મોડી રાત્રે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. પૂરપાટ આવતી ચાર લક્ઝરિયસ કાર એક સાથે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં ચારેય વાહનોને વ્યાપકપણે નુકસાન થયું હતું. આ કારની ટક્કરથી એક હ્યુન્ડાઈ ક્રેટા કારમાં મોટી આગ ફાટી નીકળી હતી. આ કારમાં ચાર નશામાં ધૂત યુવકો હોવાનું સામે આવ્યું છે.

 

મળતી માહિતી પ્રમાણે, સરખેજ હાઈવે પર મોડી રાત્રે ચાર મોંઘી કાર એક સાથે ગંભીર રીતે અથડાઈ હતી. જેમાં એક ક્રેટા કારમાં આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાને નજરે જોતાં જ લોકો મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં ચાર યુવાનો ખૂબ જ ગંભીર હાલતમાં હોવાથી તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવી હતી.

 

ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ચારેય યુવાનોને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક ઈલાજ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પરંતુ એક યુવકની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને અમદાવાદની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ દુર્ઘટનામાં સરગાસણ બ્રિજ પાસે ઇનોવા ગાડી જઈ રહી હતી. તેની પાછળ મહિન્દ્રા ઇવી જઈ રહી હતી. મહિન્દ્રા કારને ઓવરટેક કરવા જતાં પૂરપાટ આતી ક્રેટા ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવીને દઈને મહિન્દ્રા કારને પાછળથી ટક્કર મારી દીધી હતી. જે ગાડી આગળ જતી ઈનોવાને ટક્કર મારી દેતા ક્રેટા કાર અક્સમાત બાદ સળગી ઉઠી હતી. આ કારમાં ત્રણ યુવાનો સવાર હતા. તેમજ એક અન્ય ચાલકને ઈજાઓ થઈ હતી.

 

જ્યારે બીજી તરફ ક્રેટા કારમાં ભીષણ આગને બુઝાવવા માટે ફાયર ટીમ પહોંચે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાને નજરે જોનારાઓના જણાવ્યા મુજબ. ઈજાગ્રસ્ત યુવાનોમાં ત્રણ પૂરી રીતે નશામાં ધૂત હતા. તેમજ ફિલ્મી સ્ટાઈલમાં ગાડી ચલાવી રહ્યા હતા. આ ગંભીર ઘટનાને પગલે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

(12:11 PM IST)