તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
થરાદમાં નવી બનતી સિવિલ હોસ્પિટલમાં કલરકામ દરમિયાન ગંભીર દુર્ઘટના: 36 ફૂટની ઊંચાઈથી નીચે પટકાતા શ્રમિકનું મોત
મૃતક યુવક હોસ્પિટલની બિલ્ડિંગમાં આશરે 36 ફૂટની ઊંચાઈએ કલરકામ કરતો હતો ત્યારે અચાનક નીચે પટકાયો\:મૃતક યુવક ઉત્તર પ્રદેશથી રોજગારી અને મજૂરી અર્થે થરાદ આવ્યો હતો

વાવ-થરાદ જિલ્લાના થરાદમાં નવી બની રહેલી સિવિલ હોસ્પિટલ ખાતે દુર્ઘટના સર્જાઈ છે. હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં કલરકામ કરી રહેલો એક શ્રમિક આશરે 36 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. અકસ્માતમાં શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન શ્રમિકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક ઉત્તર પ્રદેશથી રોજગારી અને મજૂરી અર્થે થરાદ આવ્યો હતો.
થરાદમાં હાલમાં નવીન સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે. આ બિલ્ડિંગમાં કલરકામની કામગીરી દરમિયાન એક શ્રમિક ઊંચાઈ પરથી નીચે પટકાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, યુવક હોસ્પિટલની બિલ્ડિંગમાં આશરે 36 ફૂટની ઊંચાઈએ કલરકામ કરી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક નીચે પટકાયો હતો. ઊંચાઈ પરથી નીચે પડવાના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા શ્રમિકને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનામાં જીવ ગુમાવનાર યુવક મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે મજૂરી કરીને રોજગારી મેળવવાના હેતુથી થરાદ આવ્યો હતો અને નવીન બની રહેલી સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગમાં કલરકામની કામગીરી સાથે જોડાયેલો હતો. દુર્ઘટનામાં યુવકનું મોત થતાં સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુવકના મોત બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. હોસ્પિટલના તબીબ દ્વારા આ બનાવ અંગે થરાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં થરાદ પોલીસ નવી બની રહેલી સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ ખાતે પહોંચી હતી.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
