તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
ચાંદખેડા-ગાંધીનગર હાઈવે પર ખોડિયાર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત :લકઝરી બસે સ્કૂટરને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત
લક્ઝરી બસના ચાલકે જ્યુપિટર સ્કૂટરને અડફેટે લેતાં ૩૬ વર્ષીય નિલેશ તિવારીનું માથામાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત: અકસ્માત બાદ બસ ચાલક વાહન મૂકીને નાસી ગયો

અમદાવાદના ચાંદખેડા-ગાંધીનગર હાઈવે પર ખોડિયાર ચાર રસ્તા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં લક્ઝરી બસના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને એક જ્યુપિટર સ્કૂટરને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં સ્કૂટર ચલાવી રહેલા 36 વર્ષીય નિલેશ શીતલાપ્રસાદ તિવારીના માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ચાંદખેડા-ગાંધીનગર હાઈવે પર આવેલ ખોડિયાર ચાર રસ્તા પાસે અકસ્માતની કરૂણ ઘટના સામે આવી છે. ખોડિયાર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા એક જ્યુપિટર સ્કૂટરને લક્ઝરી બસના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારીને જોરદાર અડફેટે લીધું હતું.આ માર્ગ અકસ્માતમાં સ્કૂટર પર સવાર 36 વર્ષીય નિલેશ શીતલાપ્રસાદ તિવારીને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓ એટલી ગંભીર હતી કે નિલેશ તિવારીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જાયા બાદ લક્ઝરી બસ (નંબર: GJ 01 CU 7474)નો ચાલક પોતાની બસ ઘટનાસ્થળે જ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે નાસી છૂટેલા લક્ઝરી બસના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
