<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

વડનગરની GMERS હોસ્પિટલમાં 4 વર્ષીય બાળકીની સારવાર દરમિયાન ગંભીર બેદરકારી થયાનો આક્ષેપ

બાળકીની સારવારમાં મલ્ટિવિટામિન અને મલ્ટિવિટામિન-સીરપ મોઢેથી આપવાના બદલે ઈન્જેક્શન આપી દેવાયું હોવાનો આરોપ

મહેસાણાના વડનગરની GMERS હોસ્પિટલમાં 4 વર્ષીય અરવિબાની સારવાર દરમિયાન ગંભીર બેદરકારી થઈ હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આંખની પાંપણ નીચે હોવાની તકલીફને કારણે દાખલ કરાયેલી બાળકીની સારવારમાં મલ્ટિવિટામિન અને મલ્ટિવિટામિન-સીરપ મોઢેથી આપવાના બદલે ઈન્જેક્શન આપી દેવાયું હોવાનો આરોપ છે. આ પછી બાળકીની તબિયત લથડી હતી. ફોર્થ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી નાઈસ ચૌધરીએ ઈન્જેક્શન આપ્યું હોવાની માહિતી છે. વિદ્યાર્થીને ઈન્જેક્શન આપવાની મંજૂરી ન હોવા અંગે સવાલો ઊઠ્યા છે. ઘટનાને પગલે વિદ્યાર્થીનીને GMERSમાં પોસ્ટિંગ ન આપવા અંગે નોટિસ અપાઈ હોવાનું અને મેલ નર્સ અજયને સસ્પેન્ડ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

(11:21 PM IST)