તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
રાજપીપળામાં પીવાના પાણી અને લાઇટની ગંભીર સમસ્યા : તંત્ર આ બાબતે નિષ્ક્રિય
દરબાર રોડ વિસ્તારમાં તો લાંબા સમયથી તદ્દન ઓછા પ્રેશરથી પાણી આવતું હોવા છતાં કોઇજ ધ્યાન અપાતું નથી જ્યારે આ જ વિસ્તારમાં લાઈટોની તકલીફ

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં નગરજનો પાણી અને વીજળીની તકલીફથી તોબા પોકારી ઉઠ્યા છે અને અવાર નવાર જાણ કરવા છતા આ તકલીફમાં કોઇ જ સુધારો નથી
જાણવા મળ્યા મુજબ રાજપીપળા શહેરના દરબાર રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાલિકા દ્વારા અપાતા પીવાના પાણીની ગંભીર તકલીફ છે અને આ માટે લાગતા વળગતા તમામને જાણ કરવા છતાં કોઇજ સુધારો નથી, સવારમાં મળતું પાણી થોડુંક યોગ્ય મળે છે પરંતુ સાંજે છોડવામાં આવતું પાણી તદ્દન ઓછા ફોર્સમાં મળતા ગૃહિણીઓ હેરાન છે એકજ બોર અને એકજ વાલમાંથી આપવામાં આવતા પાણીમાં આવી તકલીફ કેમ આવે..? જો સવારે પૂરતા ફોર્સ માં પાણી આવતું હોય તો સાંજે ઓછું કેમ..? તેવા સવાલ ઉઠ્યા છે માટે પાલિકા તંત્ર આ મુદ્દે યોગ્ય કરે તેવી માંગ છે.
બીજી તરફ રાજપીપળાના અમુક વિસ્તારોમાં આખો દિવસ માં ચારેક વખત વીજળી બંધ થાય છે અને આ તકલીફ છેલ્લા એકાદ મહિનાથી જોવા મળે છે તો નર્મદા ફીડરમાં ખાસ જોવા મળતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વીજ કંપની ઘટતું કરે તેવી લોકમાંગ છે. રવિવારે રાત્રે બે કલાક જેવી ગયેલી લાઇટમા ગરમીના કારણે નાના બાળકો રડતા જોવા મળ્યા જ્યારે કેટલાક બિમાર વૃદ્ધો વધુ તકલીફ માં મુકાયા હતા.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
