તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત’ માટેના લેવાયા શપથ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરી રાષ્ટ્રનિર્માણનું આહ્વાન કર્યું

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘જન સેવાથી રાષ્ટ્ર સેવા’ના સંદેશ સાથે ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘સેવા જ્યોતિ યાત્રા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ સહભાગી થયા હતા. વડાપ્રધાનના ૨૫ વર્ષના સુશાસન, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને ઉજાગર કરતી આ યાત્રા દ્વારા સેવાભાવનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી ‘વિકસિત ભારત @૨૦૪૭’ના નિર્માણ માટે આહ્વાન કર્યું હતું, જેને મુખ્યમંત્રી સહિતના સૌ મહાનુભાવોએ નિહાળ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રિવરફ્રન્ટ ખાતેથી નાગરિકોને વિકસિત ભારતના સંકલ્પમાં સક્રિય રીતે જોડાવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનના સંબોધન બાદ મહાનુભાવો દ્વારા ‘સેવા જ્યોત’ પ્રજ્જવલિત કરવામાં આવી હતી અને ઉપસ્થિત સૌએ 'વિકસિત ભારત' માટેના શપથ ગ્રહણ કર્યા હતા.
ત્યારબાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં મંત્રીઓ તથા સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં ઉત્સાહભેર ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અમદાવાદ ખાતે યાત્રા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટાઉનહોલ નજીક આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મંત્રી અજયકુમાર પોદ્દાર, અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ હસમુખ પટેલ તથા દિનેશ મકવાણા, શહેર અને જિલ્લાના ધારાસભ્યો, શહેર અધ્યક્ષ પ્રેરક શાહ, અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે તથા કલેક્ટર ભવ્ય વર્મા સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
