તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
ચોમાસું નબળું પડતાં રાજયના અનેક જિલ્લાઓમાં વરસાદની ભારે અછત : સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 88 ટકા ઘટ
પોરબંદરમાં પણ વરસાદની ઘટ 73 ટકા પર પહોંચી: જુનાગઢમાં 61 ટકા, જામનગરમાં 61 ટકા, ગીર સોમનાથમાં 40 ટકા અને રાજકોટમાં 34 ટકા વરસાદની ઘટ

અમદાવાદ :ચોમાસું નબળું પડતાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ નોંધાઈ છે. સૌથી વધુ વરસાદની ઘટ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 88 ટકા નોંધાઈ છે. જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો માત્ર 6.81 ટકા વરસાદ પડ્યો છે. પોરબંદરમાં પણ વરસાદની ઘટ 73 ટકા પર પહોંચી છે, જ્યાં અત્યાર સુધી માત્ર 18 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જુનાગઢમાં 61 ટકા, જામનગરમાં 61 ટકા, ગીર સોમનાથમાં 40 ટકા અને રાજકોટમાં 34 ટકા વરસાદની ઘટ છે. વડોદરામાં 32 ટકા, સાબરકાંઠામાં 44 ટકા, મહેસાણામાં 27 ટકા, ગાંધીનગરમાં 27 ટકા, દાહોદમાં 45 ટકા અને છોટાઉદેપુરમાં 30 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
