<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

આદીવાસી વિસ્‍તારના અતી કુપોષિત બાળકોને મળશે પૌષ્ટિક ખીચડી

તાપીના ૧૩૩૫ કુપોષિત બાળકો ના પોષણ માટે આગળ આવ્‍યા જગદીશ જેઠવાઃ તાપીથી ઉઠશે પોષણની નવી ક્રાંતિઃ પરંપરાગત ખીચડી બનશે કુપોષણ સામેની લડાઇનું હથીયારઃ એક કોળિયો પોષણનો ૧૩૩૫ બાળકોના ઉજ્જવળ ભવિષ્‍યનો સંકલ્‍પ

રાજકોટઃ વડોદરા ખાતે રહેતા જગદીશ એન.  જેઠવા  અને તેના ધર્મપત્‍ની મીનલબેન જેઠવા છેલ્લા ૧૨ વર્ષથી ભારતીય પરંપરાગત ખીચડીનો પ્રચાર પ્રસાર કરે છે, તેણે ખીચડીમાં અનેક શોધ, સંસોધન કર્યા છે, અને સકારાત્‍મક પરિણામો પણ મેળવ્‍યા છે, હવે તેઓ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામા કુપોષણ નો સામનો કરી રહેલા બાળકોના પોષણ સ્‍તર માં સુધારો લાવવાના હેતુથી પૌષ્ટિક ખીચડી પ્રિમીકસ વીતરણની એક વીશેષ સામાજિક પહેલ હાથ ધરી છે.

આ પહેલનો મુખ્‍ય ઉદ્દેશ આદિવાસી વિસ્‍તારના જરૂરિયાતમંદ બાળકો સુધી પોષણયુક્‍ત આહાર પહોંચાડવો, કુપોષણ અંગે જાગળતિ લાવવી અને બાળકોના સ્‍વસ્‍થ ભવિષ્‍ય માટે સમાજની ભાગીદારી વધારવાનો છે. પહેલનો મુખ્‍ય ઉદ્દેશ આદિવાસી વિસ્‍તારના પહેલ માત્ર ભોજન વિતરણ પૂરતી મર્યાદિત ન રહેતાં બાળકોના પોષણ સ્‍તરમાં સુધારો લાવવાના લાંબા ગાળાના પ્રયાસ તરીકે વિકસાવવામાં આવશે.

દેશનું ભવિષ્‍ય બાળકોના હાથમાં છે, અને બાળકો નું ભવિષ્‍ય તેમના સ્‍વાસ્‍થ્‍ય અને પોષણ માં છે. તેવું શ્રી જગદીશ જેઠવા અને શ્રીમતી મીનલ જેઠવા માને છે.

ભારતીય પરંપરાગત ખોરાક ખીચડીને આધુનિક પોષણ વિજ્ઞાન સાથે જોડીને તૈયાર કરવામાં આવતી પૌષ્ટિક ખીચડીમાં અનાજ, વિવિધ કઠોળ અને જરૂરી પોષક તત્ત્વોનો સમાવેશ કરવાનો અભિગમ અપનાવવામાં આવશે.

માત્ર ભોજન નહીં, બાળકોના ભવિષ્‍ય માટેની પહેલઃ કોઈ બાળકનું બાળપણ કુપોષણના અંધકારમાં ખોવાઈ ન જાય, કોઈ માતાની આંખોમાં પોતાના બાળકના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા ન રહે અને દરેક બાળકને પોષણયુક્‍ત ભોજન મળે - આ માનવીય સંવેદનાને સાકાર કરવાના હેતુથી તાપી જિલ્લાના આદિવાસી વિસ્‍તારોમાં એક અનોખી પહેલનું આયોજન કરવામાં આવ્‍યું છે.

શ્રી જગદીશ જેઠવા કહે છે, ‘‘મારું માનવું છે કે દરેક બાળકને પોષણયુક્‍ત આહાર મેળવવાનો અધિકાર છે. કોઈ બાળક માત્ર પોષણના અભાવે પોતાના જીવનમાં પાછળ ન રહી જાય તે માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ.

 ખીચડી એ ભારતની પરંપરાગત અને સરળતાથી ઉપલબ્‍ધ થતી પૌષ્ટિક વાનગી છે. આ જ ખીચડીને પોષણના એક માધ્‍યમ તરીકે ઉપયોગ કરીને આદિવાસી વિસ્‍તારના બાળકોના સ્‍વસ્‍થ ભવિષ્‍ય માટે યોગદાન આપવાની ભાવના છે.

શ્રી જગદીશભાઇ શ્રીમતિ મિનલબેન કહે છે કે ‘‘અમારું સ્‍વપ્ન છે કે આ પહેલ તાપીથી શરૂ થઈને દેશના અન્‍ય જરૂરિયાતમંદ વિસ્‍તારો સુધી પહોંચે.'' જગદીશ જેઠવા નો કોન્‍ટેક્‍ટ નંબરઃ- ૯૦૯૯૯ ૧૮૨૭૦, ૯૦૨૩૩૧૬૨૯૩ છે.

(11:38 AM IST)