તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
સેલંબાના બજારોમાં ગંદા પાણીની રેલમછેલ :હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય ભક્તોમાં રોષ
નગરમાં ખરીદી અર્થે આવતી તાલુકાની જનતા સાથે રાહદારીઓ, વાહન ચાલાકો સહિત દુકાનદારોને હાલાકી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: વેપારી મથક સેલંબાનાબજારોમાં છેલ્લા કેટલાક સમયથી ગંદા પાણીની રેલમછેલ જાહેર રસ્તાઓ પર થતા રાહદારીઓ, વાહન ચાલાકો સહિત સ્થાનિક રહીશો અને વેપારી વર્ગ સાથે હાલ ચાલી રહેલા ગણેશપર્વને પગલે ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.
હાલ ગણેશપર્વ ચાલી રહ્યો છે ત્યારે તેવામાં જાહેર માર્ગો ઉપર ગંદા પાણીના રેલાઓ વહેતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. ગણેશજીના પંડાલો સુધી આવા ગંદા પાણીના રેલાઓ વહેતા ભક્તોની અસ્થાઓને ઠેસ પહોંચી છે.છેલ્લા કેટલાક સમયથી સેલંબાના બજારોમાં જાહેર માર્ગો ઉપર ગંદા પાણીના રેલાઓ વહેતા થયા છે છતાં ગ્રામ પંચાયત કચેરી દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં ન આવતા અનેક વાતો લોકોમાં વહેતા થયા છે. ગંદકીના સામ્રાજયના કારણે સેલંબાના બજારોમાં ખરીદી અર્થે આવતી તાલુકાની જનતાને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. જાહેર માર્ગો ઉપર રાહદારીઓને ચાલવું મુશ્કેલ બન્યું છે. તો વાહન ચાલકોને પણ પસાર થતા ગંદા પાણીના છાંટા રાહદારીઓ પર ઉડે તેવો ડર સતાવે છે.
સેલંબાએ સાગબારા તાલુકાનું એક ખાસ વેપારી મથક હોવાના કારણે તાલુકામાંથી લોકો અહીં ખરીદી અર્થે રોજબરોજના જીવનમાં આવતા હોય છે ત્યારે બજારોમાં ઠેરઠેર માર્ગો ઉપર ગંદા પાણીની રેલમછેલ દુકાનો આગળ પણ હોવાના કારણે ગ્રાહકો દુકાનોના ઓટલે ચઢતા પણ ખચકાતા હોય છે જેની સીધી અસર વેપારીઓના વેપાર પર પડે છે. વારંવારની રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આવા ગંદા પાણીની રેલમછેલ કરતા સ્થાનિક રહીશો સામે કોઈજ પગલાં લેવામાં માનતું નથી. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભક્તોની માંગ છે કે તંત્ર આ બાબતે ઉદાસીનતા છોડી સત્વરે ગંદા પાણીની રેલમછેલ બજારોમાં બંધ કરાવે અને જાહેરમાર્ગો ઉપર બેફામ પાણી રેલાવતા રહીશો પાસે દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે. બજારોમાં વહેતા પાણીનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે જેથી ભવિષ્યમાં રોગચાળો ફેલાતો અટકાવી શકાય
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
