<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

NEET પરીક્ષા પેપર ફુટવાની ઘટના સાથે સરકારનું મેળાપીપણું હોવાનો શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ: મોદી શાસનમાં 4 વાર પેપરલીક થયા

વર્ષ 2024માં પેપર લીક થયું તેનું કેન્દ્ર બિંદુ ગુજરાત હતું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સીધુ કનેક્શન મળ્યું. NEET પેપર લીકના આરોપીઓના કેમ વરઘોડા નિકળતા નથી? કે

અમદાવાદ : NEET પરીક્ષા રદ્દ થવા મુદ્દે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે  કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યાં છે. પરીક્ષા આપનાર 22 લાખ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ સમજવાની જરૂર છે. કેન્દ્ર સરકાર પરીક્ષા મુદ્દે ગંભીર જણાતી નથી. પેપર ફુટવાની ઘટના સાથે સરકારનું મેળાપીપણું. કેન્દ્રની ભાજપ સરકારમાં ચાર વાર પેપર લીકની ઘટના બની. વર્ષ 2024માં પેપર લીક થયું તેનું કેન્દ્ર બિંદુ ગુજરાત હતું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સીધુ કનેક્શન મળ્યું. NEET પેપર લીકના આરોપીઓના કેમ વરઘોડા નિકળતા નથી? કેમ તેમના ઘર પર બુલડોઝર ફરતાં નથી.  ભાજપ જીતે છે, વાહવાહી થાય છે અને આપણા બાળકોના ભવિષ્ય સાથે શું થાય છે એ વિચારની જરૂર છે.

(7:44 PM IST)