<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

કુદરતી આફતમાં વહીવટી તંત્રની ઢાલ : સુરતના છ તાલુકામાં પુર પીડિતોને રૂ.૭.૨૦ કરોડની આર્થિક રાહત અને કેશડોલ્‍સનું વિતરણ

(અશ્વિન વ્‍યાસ દ્વારા)ગાંધીનગર, તા.,૧૪ : સુરત શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્‍થિતિ બાદ કલેક્‍ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા અત્‍યાર સુધીમાં ૩૨,૦૧૭ અસરગ્રસ્‍તોને રૂ.૭.૨૦ કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે, જેમાં માત્ર ૧૩મી જુલાઈએ ૩,૭૧૫ લાભાર્થીઓને રૂ.૮૪ લાખથી વધુની કેશડોલ્‍સ અને ઘરવખરી સહાય અપાઈ છે.

વિગતો અનુસાર, ૨૧,૪૮૪ પૂરપીડિતોને કુલ રૂ.૧.૯૩ કરોડની રોકડ કેશડોલ્‍સ ચુકવાઈ છે. જેમાં તાલુકાવાર કતારગામમાં ૧,૨૪૩ લોકોને રૂ.૧૧.૧૮ લાખ, પુણામાં ૬,૬૮૩ લોકોને રૂ.૬૦.૧૪ લાખ, મજુરામાં ૩,૩૩૨ લોકોને રૂ.૨૯.૯૮ લાખ, અબ્રામામાં ૧,૦૫૪ લોકોને રૂ.૯૪.૮૬ લાખ, અડાજણમાં ૧૩૨ લોકોને રૂ.૧.૧૮ લાખ અને સૌથી વધુ ઉધનામાં ૯,૦૪૦ લોકોને રૂ.૮૧.૩૬ લાખથી વધુની રોકડ સહાય મળી છે.

બીજી તરફ, ૧૦,૫૩૩ પરિવારોને કુલ રૂ.૫.૨૬ કરોડની ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે. જેમાં કતારગામના ૫૮૧ પરિવારોને રૂ.૨૯ લાખ, પુણાના ૩,૧૭૬ પરિવારોને રૂ.૧.૫ smart કરોડ, મજુરાના ૧,૫૮૧ પરિવારોને રૂ.૭૯ લાખ, અબ્રામાના ૬૦૯ પરિવારોને રૂ.૩૦.૪૫ લાખ, અડાજણના ૬૬ પરિવારોને રૂ.૩.૩૦ લાખ અને મુખ્‍ય અસરગ્રસ્‍ત ઉધના તાલુકાના ૪,૫૨૦ પરિવારોને રૂ.૨.૨૬ કરોડ ચૂકવાયા છે. પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં હજુ પણ સર્વેની કામગીરી વેગવંતી છે.

(11:31 AM IST)