<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

વિરમગામ પંથકમાં નર્મદા કેનાલમાંથી અમદાવાદના એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર

મૃતકની ઓળખ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય જીતેન્દ્રભાઈ મણીલાલ પટેલ તરીકે થઈ

અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકાના નાની કુમાદ ગામ પાસેથી પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની નર્મદા કેનાલમાંથી અમદાવાદના એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય જીતેન્દ્રભાઈ મણીલાલ પટેલ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો, જ્યારે વિરમગામ ટાઉન પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(9:33 PM IST)