<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

નડિયાદમાં માતૃછાયા અનાથ આશ્રમના ગેટ પાસેથી નવજાત શિશુ મળી આવતા ચકચાર

વરસાદી માહોલ વચ્ચે બાળકના રડવાનો અવાજ સિક્યુરિટી ગાર્ડે સાંભળતા તાત્કાલિક આશ્રમ મેનેજમેન્ટને જાણ કરી

ખેડાના નડિયાદમાં માતૃછાયા અનાથ આશ્રમના ગેટ પાસેથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી છે. વહેલી સવારે વરસાદી માહોલ વચ્ચે અજાણી વ્યક્તિ નવજાત બાળકને આશ્રમના ગેટ પાસે મૂકીને જતી રહી હતી. 

  દરમિયાન બાળકના રડવાનો અવાજ સિક્યુરિટી ગાર્ડે સાંભળતા તાત્કાલિક આશ્રમ મેનેજમેન્ટને જાણ કરી હતી. મેનેજમેન્ટે બાળકને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું હતું, જ્યાં હાલ બાળકની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

(11:28 AM IST)