તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 2nd September 2026
સાણંદના ગાયત્રીનગર સોસાયટીમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર:ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી
પરણિત યુવક સાથેના પ્રેમ સંબંધને કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ :પ્રેમીની પત્ની, બહેન અને પિતા સામે ગંભીર આક્ષેપો

સાણંદના ગાયત્રીનગર સોસાયટીમાં 19 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘટનાસ્થળેથી યુવતીના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં પરણિત યુવક સાથેના પ્રેમ સંબંધને કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે.
સ્યુસાઇડ નોટમાં પ્રેમીની પત્ની, બહેન અને પિતા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ યુવતીને યુવક સાથે સંબંધ તોડી નાખવા ધમકી આપવાનો આરોપ મૂકાયો છે. આ ઉપરાંત આરોપીઓને સજા થાય તેવી અંતિમ ઈચ્છાનો પણ સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે સાણંદ પોલીસે ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
