<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

સુરતના લસકાણા વિસ્તારમાં અનૈતિક સંબંધોને લઈને પતિની હત્યા કરાઈ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

મૂળ ઉત્તર પ્રદેશના દિયર-ભાભીએ સાથે મળીને ગળું દબાવી હત્યા કરી:પત્નીને દિયર સાથે અનૈતિક સંબંધ હતા,મૃતક પતિ પત્નીને માનસિક ત્રાસ આપતો હોવાનો આક્ષેપ

સુરતના લસકાણા વિસ્તારમાં અનૈતિક સંબંધોને લઈને પતિની હત્યા કરાઈ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મૂળ ઉત્તર પ્રદેશના દિયર-ભાભીએ સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, પત્નીને દિયર સાથે અનૈતિક સંબંધ હતા, જ્યારે મૃતક પતિ પત્નીને માનસિક ત્રાસ આપતો હોવાનો પણ આક્ષેપ છે. 

 આ દરમિયાન બંને આરોપીઓએ ભેગા મળીને પતિનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. પોલીસે CCTV ફૂટેજ અને પૂછપરછના આધારે તપાસ આગળ ધપાવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(10:56 AM IST)