તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
અંકલેશ્વરના સારંગપુરમાં બે યુવકોના શંકાસ્પદ મોત મામલે ચોંકાવનારો ખુલાસો :ત્રણ યુવકોએ પેઈન કિલર લીધી હતી
થાક ઉતારવાના ઇરાદે યુવકોએ પેઈન કિલર લીધી હોવાની આશંકા:પેઈન કિલરની સાઈડ ઈફેક્ટના કારણે કાર્ડિયાક અરેસ્ટ આવવાથી બંને યુવકોના મોત થયાનું પ્રાથમિક અનુમાન

ભરૂચઃ અંકલેશ્વરના સારંગપુર ગામે બે યુવકોના શંકાસ્પદ મોતના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, ત્રણ યુવકોએ પેઈન કિલર લીધી હતી. પેઈન કિલરનો ઓવરડોઝ લેવાતા ત્રણેયની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન બે યુવકોના મોત થયા છે, જ્યારે અન્ય એક યુવકની હાલ સારવાર ચાલી રહી છે. થાક ઉતારવાના ઇરાદે યુવકોએ પેઈન કિલર લીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેઈન કિલરની સાઈડ ઈફેક્ટના કારણે કાર્ડિયાક અરેસ્ટ આવવાથી બંને યુવકોના મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
