<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

અમદાવાદમાં 'ઘરમાં પ્રેમ નથી મળતો એટલે બહાર શોધું છું' તેવો ચોંકાવનારો ખુલાસો કરીને ૧૫ વર્ષીય સગીરા એકસાથે ૧૪-૧૪ યુવકો સાથે ચેટિંગ કરતાં પકડાતાં સમગ્ર પરિવાર અને વાલી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી

દીકરીના મોબાઈલમાંથી એકસાથે 14 યુવકો સાથેના અંગત ચેટ્સ અને સણસણાટ વાર્તાલાપ બહાર આવતાં માતા-પિતા અને રહીશોના છાતીના પાટિયા બેસી ગયા

અમદાવાદ:શહેરના એક સંવેદનશીલ અને પોશ વિસ્તારમાંથી સોશિયલ મીડિયાના દૂષણ અને સગીરાઓના ગુમરાહ થવાનો એક અત્યંત ચોંકાવનારો, ખૌફનાક અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે! અહીં રહેતા એક પરિવારની માત્ર ૧૫ વર્ષીય સગીર વયની દીકરીની શંકાસ્પદ વર્તણૂક અને રાત-દિવસ મોબાઈલ ફોનમાં મશગૂલ રહેવાની ટેવને કારણે માતા-પિતાને શંકા ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, શહેરના પૂર્વ વિસ્તારમાં માતા-પિતા બન્ને નોકરી કરતા હોવાથી એકલતા અને પ્રેમભાવના અભાવે સગીરાના વર્તનમાં બદલાવ આવ્યો હતો. તે પોતાના રૂમમાં જ પુરાઈને રહેતી હતી અને સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી. દીકરીના આ વ્યવહારની શંકાએ પિતાએ સગારીનો મોબાઈલ ચેક કરતા તેમાંથી એક-બે નહીં પરંતુ 14 જેટલા અજાણ્યા છોકરાઓ સાથે સતત ચેટિંગ કરતી અને પોતાના અંગત ફોટાઓ પણ મોકલતી હોવાનું સામે આવતાં પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પિતાએ તાત્કાલિક આ બાબતે દીકરી સાથે પૂછપરછ કરતા તેણે મોટો હોબાળો મચાવ્યો હતો. 'મારી લાઈફ હું મારી જાતે જીવીશ, મને કોઈએ કંઈ કહેવાનું નહીં' તેમ કહી સગીરાએ આપઘાત કરી લેવાની ચીમકી આપી હતી. દીકરીના આ વલણને પગલે માતાએ તુરંત જ અભયમ હેલ્પલાઈન પર કોલ કરી મદદ માગી હતી. અભયમની ટીમ દ્વારા કાઉન્સલિંગ દરમિયાન સગીરાએ રડતાં રડતાં ચોકાવનારા ખુલાસા કર્યા હતા. "માતા-પિતા બંને નોકરી કરે છે, જેથી ઘરમાં કોઈ હોતું નથી. મને ઘરમાંથી પ્રેમ અને હૂંફ મળતા નથી, જેથી હું બહારના લોકો સાથે પ્રેમ શોધી રહી છું." સમગ્ર હકીકત ધ્યાને આવતા ટીમે સગીરાને સોશિયલ મીડિયાના જોખમો, નાની ઉંમરે અજાણ્યા લોકો સાથે અંગત ડેટા શેર કરવાના ગંભીર પરિણામો અને અભ્યાસનું મહત્ત્વ સમજાવ્યું હતું. સાથે જ માતા-પિતાને પણ દીકરી પ્રત્યે ગુસ્સો કરવાને બદલે તેને પૂરતો સમય અને ભાવનાત્મક સપોર્ટ આપવાની સમજ આપી બંને પક્ષે સમાધાન કરાવ્યું હતું.

(5:39 PM IST)