<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બોરીદ્રા પ્રાથમિક શાળામાં પગરખાં વિતરણ કાર્યક્રમ યોજાયો

પગરખાની પરબ સેવાભાવી સંસ્થાના સહયોગથી સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા ધોરણ 5 થી 10 સુધીના 90 કન્યા વિદ્યાર્થીઓને ચપ્પલનું વિતરણ કરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની બોરીદ્રા પ્રાથમિક શાળામાં “બેટી બચાવો, બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પગરખાની પરબ સેવાભાવી સંસ્થાના સહયોગથી સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા ધોરણ 5 થી 10 સુધીના 90 કન્યા વિદ્યાર્થીઓને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કન્યા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન વધારવો તથા જરૂરિયાતમંદ બાળકોને સહાય પહોંચાડવાનો હતો. 

    કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજીએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું અને દાતા તથા સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવા સેવાકીય કાર્યો સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે અને વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સેવા નું ઝરણું દ્વારા સક્રિય સહકાર આપ્યો હતો.

જોકે ઘણા વર્ષો થી મહેન્દ્રભાઇ પ્રજાપતિ આ સેવા કરી શાળા માં ભણતાં જરૂરિયાતમંદ બાળકો ને પગરખાં વિતરણ કરી આકરી ગરમી માં બાળકો ઉઘાડા પગે અભ્યાસ કરવા ના આવે તે માટે ખાસ કાળજી રાખતા આવ્યા છે, સાથે સાથે સરકાર ના પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાન માટે પણ કાપડ ની થેલીઓ અનેક ઠેકાણે ઊભા રહી વિનામુલ્યે વિતરણ કરે છે.

(10:10 PM IST)