<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

સાગબારા ખાતે કન્ટેનરના એન્જીનમાં શોર્ટ સર્કીટ\થી એન્જીન તથા કેબીનમાં આગ લાગતા રૂા.૭,૯૪,૦૦૦/– નું નુકશાન

સમયસૂચકતા વાપરી ચાલક બહાર નીકળી ગયો હોય તેનો આબાદ બચાવ થયો, આખું ડ્રાઈવર કેબિન બળી ગયું: દહેજ (ભરૂચ) કંપની માંથી પ્લાસ્ટીકની ૩૬ ટાંકીઓ ભરીને ખડકપુર પશ્વિમ બંગાળ ખાતે લઇ જતા આ ઘટના બની

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા આઇટીઆઈ ના ગેટ સામે બનેલી ઘટનામા એક કન્ટેનરના એન્જિનમાં અચાનક આગ લાગતા એન્જિન અને કેબિન બળી બળી જતા ચાલકનો આબાદ બચાવ થયું અને મોટું નુકશાન થતા ચાલકે પોલીસને જાણ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંગમબાબુ રામલાલ કેસરવાનીનાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ ટાટાકંપનીની ૧૯૧૮ બંધ બોડીના કન્ટેનર નંબર DD-01-M-9110માં દહેજ (ભરૂચ) કંપની માંથી પ્લાસ્ટીકની ટાંકીઓ જે એક ટાંકી એક હજાર લીટરની તેવી કુલ-૩૬ ટાંકીઓ ભરીને ખડકપુર પશ્વિમ બંગાળ ખાતે લઇ જતા હતા તે વખતે તા.૧૨/૦૯/૨૦૨૬ ના રોજ રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના સમયે સાગબારા નેશનલ હોટલ નજીક પહોંચતા કન્ટેનરમાં એન્જીનના ભાગે અચાનક શોર્ટ સર્કીટ થઇ આકસ્મીક રીતે એન્જીનમા તથા કેબીનમાં આગ લાગતા આશરે રૂા.૭,૦૦૦૦૦/-જેટલાનુ નુકશાન તથા કન્ટેનરની બોડીમા ભરેલ પ્લાસ્ટીકની ટાંકી નંગ-૮ મા આગની ઝાળ લાગતા આશરે રૂા. ૯૪,૦૦૦/- જેટલાનુ નુકશાન મળી કુલ રૂા.૭,૯૪,૦૦0/-જેટલાનુ નુકશાન થયું હતું.

(11:38 PM IST)