<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

દાંતીવાડાના નીલપુર ગામની મોડલ સ્કૂલમાં શિક્ષકોની અછત: રોષે ભરાયેલા વાલીઓની તાળાબંધીની ચીમકી

છેલ્લા બે વર્ષથી શિક્ષણ વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં હવે વાલીઓનો રોષ ફાટી નીકળ્યો

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના નીલપુર ગામમાં આવેલી મોડલ સ્કૂલમાં શિક્ષકોની ગંભીર અછતને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાયું છે. ધોરણ 6 થી 8 ની ઉચ્ચ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ નિયમિત શાળાએ આવે છે પરંતુ શિક્ષકોના અભાવે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. છેલ્લા બે વર્ષથી શિક્ષણ વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં હવે વાલીઓનો રોષ ફાટી નીકળ્યો છે. વાલીઓએ તંત્રને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી 10 દિવસમાં શિક્ષકોની નિમણૂક કરવામાં નહીં આવે તો તેઓ શાળાને તાળાબંધી કરશે.

(7:11 PM IST)