તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
૧૦ કે તેથી વધુ શ્રમિકો ધરાવતી સંસ્થાઓ માટે શ્રમ સેતુ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી ફરજિયાત
રાજ્યમાં શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી શ્રમ આયુક્તની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો

અમદાવાદ,તા.૯: રાજ્યમાં શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી શ્રમ આયુક્તની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ‘ધી ઓક્યુપેશનલ સેફટી, હેલ્થ એન્ડ વર્કિગ કંડિશન કોડ, ૨૦૨૦' (OSH-WC Code) અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલા નિયમો અંતર્ગત હવે ૧૦ કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતા તમામ કારખાના, બાંધકામ સ્થળો, ઔદ્યોગિક તેમજ વ્યાપારી સંસ્થાઓ માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
રાજ્યની તમામ પાત્રતા ધરાવતી સંસ્થાઓ સરળતાથી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલા શ્રમ સેતુ પોર્ટલ https://shramsetu. gujarat.gov.in મારફતે અરજી કરવાની રહેશે. આ જોગવાઈ મુજબ, નવી સ્થપાતી સંસ્થાઓએ કોડ લાગુ થયાના ૬૦ દિવસની અંદર ‘ફોર્મ-૧' ઓનલાઈન ભરીને નોંધણી પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. જ્યારે જૂના શ્રમ કાયદા હેઠળ પહેલેથી નોંધાયેલી હાલની ચાલુ સંસ્થાઓએ કોડ અમલમાં આવ્યાના ૧૮૦ દિવસની અંદર ‘ફોર્મ-૧' ઓનલાઈન ભરીને પોતાનું નોંધણી પ્રમાણપત્ર ફરજિયાતપણે અપડેટ કરાવવાનું રહેશે. આ ઉપરાંત, તમામ માલિકોએ મેળવેલું નોંધણી પ્રમાણપત્ર સંસ્થાના મુખ્ય સ્થળે પ્રત્યક્ષ અથવા ડિજિટલ સ્વરૂપે સ્પષ્ટ દેખાય તે રીતે પ્રદર્શિત કરવું અનિવાર્ય રહેશે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
