<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

હરિદ્વારના પવિત્ર આંગણે શ્રી હરિ પરિવાર દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’નું ભવ્ય આયોજન: ભાદરવા માસમાં યોજાશે દિવ્ય કથા યાત્રા

શાસ્ત્રી શ્રી માધવ દાદા (શ્રીહરિ)ના મુખેથી સંગીતમય શૈલીમાં શ્રવણ કરવા મળશે અમૃતવાણી; પિતૃઓના મોક્ષાર્થે વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ ૨૬ સપ્ટેમ્બરથી યાત્રાનો પ્રારંભ અને ૨૭મીથી કથા પ્રારંભ: હરિદ્વારમાં ભાગીરથી ગંગાજીના કાંઠે કથા શ્રવણનો અલૌકિક લહાવો

રાજકોટ: પવિત્ર તીર્થધામ હરિદ્વારના આંગણે ભાગીરથી ગંગાજીના કિનારે શ્રી હરિ પરિવાર દ્વારા એક ભવ્ય અને દિવ્ય ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપણા પિતૃઓના મોક્ષાર્થે અને કલ્યાણ અર્થે યોજાનારા આ આધ્યાત્મિક મહોત્સવમાં જોડાવા માટે દેશ-વિદેશના તમામ સનાતન ધર્મપ્રેમી વૈષ્ણવોને સાદર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કથા યાત્રા દરમિયાન જાણીતા યુવા ભાગવત આચાર્ય શાસ્ત્રી શ્રી માધવ દાદા (શ્રીહરિ - વાસાવડવાળા, હાલ રાજકોટ) પોતાના મુખેથી સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે.

આ દિવ્ય ધાર્મિક મહોત્સવની રૂપરેખા મુજબ, કથા યાત્રાનો પ્રારંભ ભાદરવા સુદ પૂનમ, તારીખ ૨૬-૦૯-૨૦૨૬ ને શનિવારના રોજ થશે. ત્યારબાદ મુખ્ય કથા જ્ઞાનયજ્ઞનો મંગલ પ્રારંભ ભાદરવા વદ એકમ, તારીખ ૨૭-૦૯-૨૦૨૬ ને રવિવારથી થશે. આ જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ તેમજ કથા યાત્રાની પૂર્ણાહુતિ ભાદરવા વદ સાતમ, તારીખ ૦૩-૧૦-૨૦૨૬ ને શનિવારના રોજ થશે.

આ દિવ્ય મહોત્સવમાં પિતૃઓના મોક્ષાર્થે મુખ્ય પોથીજીના મનોરથી યજમાન બનવા માટે ₹ ૨૧,૦૦૦/- (અલગથી) તેમજ પાટલા પોથીજીના મનોરથી યજમાન માટે ₹ ૭,૧૦૦/- ની ન્યોછાવર ભેટ રાખવામાં આવેલ છે.

યાત્રા ખર્ચ અને રજીસ્ટ્રેશન વિગત:

આ કથા યાત્રામાં જોડાવા ઈચ્છતા ભાવિક વૈષ્ણવો માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ યાત્રા ખર્ચ આ મુજબ રાખવામાં આવ્યો છે:

૧) નોન A.C. સ્લીપર માટે: ₹ ૮,૯૯૯/-

૨) ૩ ટાયર A.C. સ્લીપર માટે: ₹ ૧૧,૯૯૯/-

કથા યાત્રામાં જોડાવા ઈચ્છતા તમામ વ્યક્તિઓએ તારીખ ૨૦/૦૭/૨૦૨૬ સુધીમાં ₹ ૫,૫૦૦/- એડવાન્સ ડિપોઝીટ પેટે ભરીને આધારકાર્ડ સાથે પોતાનું નામ નોંધાવી લેવાનું રહેશે. નોંધનીય છે કે ડિપોઝીટ પેટે આપેલી રકમ કોઈ પણ સંજોગોમાં પરત મળશે નહીં.

આ દિવ્ય કથા યાત્રાના સફળ આયોજન માટે શાસ્ત્રી શ્રી હર્ષદભાઈ શુકલા, શાસ્ત્રી શ્રી રાજુભાઈ શુકલા અને શાસ્ત્રી શ્રી હરિભાઈ શુકલા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત અને નામ નોંધણી માટે ફોન નંબર: 79999 97395, 98255 17322 અથવા 94846 92987 પર સંપર્ક કરવા જણાવાયું છે.

(5:42 PM IST)