News of Sunday, 19th July 2026
સુરતના વેસુ વિસ્તારમાં શુભમ ભાર્ગવ આવાસ વરસાદી પાણી ભરાયા :રહીશોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો
છેલ્લા પાંચથી છ વર્ષની સમસ્યા યથાવત:થોડા જ વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાય છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે કંટાળેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

સુરતમાં આજે મેઘમહેર થઇ છે, સુરતના વેસુ વિસ્તારમાં આવેલી શુભમ ભાર્ગવ આવાસ પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા. સમસ્યાથી ત્રાસી આવાસના લોકો દ્વારા મનપા સામે રોડ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો
લોકોનો આરોપ છે કે, છેલ્લા પાંચથી છ વર્ષની સમસ્યા છે. દર વખતે થોડા જ વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાય છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે કંટાળેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા. જનતાનો એક જ સવાલ છે, કરોડો રૂપિયાના ટેક્સ વસૂલતી પાલિકા ચોમાસા પહેલાં ઊંઘતી કેમ ઝડપાય છે?
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
