<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

અમદાવાદના સંવેદનશીલ ઇસનપુર વિસ્તારમાં લગ્નજીવનના પવિત્ર સંબંધોને કલંકિત કરતા પાપી સાસરિયાઓએ નિર્દોષ પરિણીતા પર રાક્ષસી અત્યાચાર ગુજારીને બેફામ ઢોરમાર માર્યો: મારપીટમાં કિડની ફાટી જવા કે ગંભીર ઈજા થવાની આફત સર્જાતાં પતિ સહિત ૫ સાસરિયાઓ સામે ગુનો નોંધાતા સમગ્ર શહેરમાં મચી ગઈ ભયાનક સનસનાટી

અસહ્ય ત્રાસ અને લાતો-મુક્કીઓના ઘા ઝીંકીને પરિણીતાને મોતના મુખમાં ધકેલી દેવાના આ કાળમુખા ષડયંત્રથી પિયરિયાઓ અને નગરજનોના છાતીના પાટિયા બેસી ગયા

અમદાવાદ: શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાંથી કાયદો, વ્યવસ્થા અને લગ્નજીવનની મર્યાદાના ચીરેચીરા ઉડાવતી એક અત્યંત ચોંકાવનારી, ડરામણી અને સનસનાટીભરી રક્તરંજિત ઘટના સામે આવી છે! ઇસનપુરમાં રહેતી એક પરિણીતાના જીવનમાં તેના જ સાસરિયાઓ કાળ બનીને ત્રાટક્યા હતા. સાસરિયાઓ દ્વારા વિવિધ અહેવાલો અને માગણીઓને લઈને પરિણીતા પર લાંબા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો.

બહેરામપુરા વિસ્તારની ડુંગર મોતીની ચાલી ખાતે રહેતી પરિણીતાના લગ્ન ઓગસ્ટ 2022માં ઇસનપુરની એક સોસાયટીમાં રહેતા યુવક સાથે હિન્દુ રીતિરિવાજ મુજબ થયા હતા. લગ્ન સમયે પિયર પક્ષ તરફથી શક્તિ મુજબ સોના-ચાંદીના દાગીના અને ઘરવખરીનો સામાન આપવામાં આવ્યો હતો. જોકે, લગ્નના પાંચેક મહિના બાદ જ પતિ સહિતના સાસરિયાંઓએ નાની-નાની બાબતોમાં મેણાં-ટોણાં મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

ફરિયાદમાં જણાવ્યાનુસાર, પરિણીતા ગર્ભવતી હતી, ત્યારે પણ પતિ અને સાસરિયાંઓએ તેની સાથે બોલાચાલી કરી મારપીટ કરી હતી. ડિલિવરીના થોડા સમય પહેલાં પરિણીતાને નીચે પાડી દઈ એટલો માર મારવામાં આવ્યો હતો કે તેના કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું અને શરીરે સોળ ઉપસી આવ્યા હતા. ગંભીર મારઝૂડના કારણે પરિણીતાને કિડનીની નસમાં પણ ઈજા પહોંચી હતી.

ઓગસ્ટ 2023માં પરિણીતાએ પુત્રીને જન્મ આપતાં જ હોસ્પિટલમાં હાજર સાસરિયાંઓ ઉશ્કેરાઈ ગયા હતા અને "અમારે તો દીકરો જોઈતો હતો, આ છોકરીનું શું કરીશું" કહી ઝઘડો કર્યો હતો. બાળકીના જન્મ બાદ પરિણીતાની ગંભીર હાલતને પગલે એસવીપી હોસ્પિટલમાં અઢી મહિના સુધી સારવાર ચાલી હતી, જેનો તમામ ખર્ચ તેના પિતાએ ઉઠાવ્યો હતો.

(5:33 PM IST)