તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ગાયક વિનોદ પટેલને ઓસ્ટ્રેલિયામાં બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ

રાજકોટઃ સિડની ખાતે ગુજરાતી સમાજ ઓફ એન એસ ડબ્લ્યુ આયોજિત કાર્યક્રમમાં ગાયક વિનોદ પટેલે ભાવસભર ભજનો ભગવાન શ્રી રામ શ્રી કળષ્ણ તેમજ સંત કબીરજીના ભજનો તેમજ કવિ રમેશ પારેખ દુલા કાગ સહિત જાણીતા કવિઓની રચનાઓ રજુ કરી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. સિડની ગુજરાતી સમાજના પ્રમુખ અનિશ પટેલ દ્વારા વિનોદ પટેલને બેસ્ટ પરફોમન્સ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમની સફળતા માટે જગદીશ ત્રિવદી, પ્રદીપ પરમાર અને વૈભવી જોશીએ ભારે જહેમત ઉઠાવી હતી.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
