News of Tuesday, 17th November 2026
હાલોલ નજીક નુરપુરા ખાતે રૂ. 2,000 કરોડના જંગી રોકાણથી સિંગલ રૂફ ટ્રાન્સફોર્મર પ્લાન્ટનું ભુપેન્દ્રભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ટીએમસીનો આ પ્રોજેક્ટ એક સીમાચિહ્ન સાબિત થશે,

પંચમહાલ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં ઊર્જા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે એક નવા યુગનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પંચમહાલના હાલોલ તાલુકાના નુરપુરા ખાતે ટી.એમ.સી. (TMC) ટ્રાન્સફોર્મર્સ ઇન્ડિયા લિમિટેડના અત્યાધુનિક ઉત્પાદન સુવિધાવાળા નવા મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભૂમિપૂજન સંપન્ન થયું છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ટીએમસીનો આ પ્રોજેક્ટ એક સીમાચિહ્ન સાબિત થશે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. બે દાયકા પહેલાં આ જ જિલ્લાના ચાંપાનેરથી શરૂ થયેલી ‘જ્યોતિગ્રામ યોજના’ એ દેશના વીજળી ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું હતું.
હવે ટી.એમ.સી.નો આ નવો પ્લાન્ટ વાર્ષિક ૭૮,૦૦૦ MVA ઉત્પાદન ક્ષમતા સાથે નિર્માણ પામશે. ટ્રાન્સફોર્મર એ વિકાસની કરોડરજ્જુ છે અને આ પ્લાન્ટ માત્ર ઊર્જા સુરક્ષા જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે રોજગારીની વિશાળ તકો પણ ઊભી કરશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. વડોદરા, સાવલી, હાલોલ અને કાલોલનો સમગ્ર વિસ્તાર હાઇ-ટેક એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ કોરિડોર બનવા તરફ આગળ વધી રહ્યો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, આ ઉદ્યોગના આગમનથી MSME, નાના સપ્લાયર્સ અને આનુષંગિક ઉદ્યોગોને નવું બળ મળશે તેમજ સ્થાનિક યુવાનો માટે સ્કીલ ડેવલોપમેન્ટ અને રોજગારીના નવા દ્વાર ખુલશે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
